• યુવાન વગર ટીકીટે ટ્રેનમાં ચઢીને કોઇ પકડે નહિ તે બીકે ટીટી બની ગયો
  • શંકાસ્પદ હિલચાલ દેખાતા લોકોને શંકા ગઇ
  • શંકા જતા એસકોર્ટિંગ પર રહેલી આરપીએફની ટીમને જાણ કરાઇ

WatchGujarat. શિકારી ખુદ યહાં શિકાર હો ગયા. જી હાં આ ઉક્તિ સાચી પડી છે સુરતમાં એક ચાલબાઝ આરોપી માટે. આ આરોપી સુરત રેલવે સ્ટેશન પર ઉભી રહેલી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં વગર ટીકીટે ચડી ગયો. અને પછી જે થવાનું હતું તે સાંભળીને તમે દંગ થઈ જશો.

પોતે ટીકીટ વગર મુસાફરી કરવા માટે આ આરોપી ટ્રેનમાં ચડી ગયો હતો. પરંતુ તેને કોઈ પકડી ન લે તે માટે તે બની ગયો ટીકીટ ચેકર. ભલે તેણે ટીકીટ ખરીદી ન હોય, પણ કોઈને શંકા ન જાય તે માટે આ યુવકે ટીટી બનીને ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરો પાસે ટીકીટ અંગે પૂછપરછ શરૂ કરી દીધી.

કેટલાક મુસાફરો તો તેને ટીટી સમજીને ટીકીટ બતાવતા ગયા. કેટલાક મુસાફરોને તેના પર શંકા પણ ગઈ. પણ ટીકીટ ચેકરને પૂછવાની હિંમત કોણ કરે ? આ દરમ્યાન ટ્રેનના અટેન્ડન્ટની આ ડુપ્લીકેટ ટીટી પર નજર પડી. તે બધા ટીકીટ ચેકરને ઓળખતો હતો. જેથી આ ચહેરો તેને નવો લાગ્યો. શંકા જતા તેણે એસકોરટિંગ પર રહેલી આરપીએફની ટીમને તેની જાણ કરી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે આખા ખેલનો ભાંડો ફૂટી ગયો. આ બાદ તેની જાણ સુરત રેલવે પોલીસને કરવામાં આવી. જે બાદ તેના પર કલમ 170 પ્રમાણે ગુનો દાખલ કરીને ફરિયાદ કરવામાં આવી.

આ નકલી ટીકીટ ચેકરનું નામ આદિત્ય શ્રી હોવાનું બહાર આવ્યું હતું. અને ફ્રીમાં મુસાફરી કરવા તે ટીટી બની જતો હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ દરમ્યાન એ પણ સામે આવ્યું છે કે આ અગાઉ પણ તે આવું કરી ચુક્યો છે, જેની ફરિયાદ બાંદ્રા પોલીસમથકમાં કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud