રક્ષાબંધનના પવિત્ર દિવસે લોકો પોતાની જાહેર રજા તથા તહેવારોની રજા માણવા અલગ અલગ વિસ્તારોમાંથી સરથાણા પ્રાણીસંગ્રહાલય આવ્યા
સંગ્રહાલયની બાજુમાં કારગિલ યુદ્ધના શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું
રજા ની મજામાં ભાન ભૂલીને કેટલાક લોકો આ વિમાન પર જ ચડી ગયાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો
[caption id="attachment_1385098" align="aligncenter" width="640"] Surat - viral image on social media[/caption]
WatchGujarat. સુરતના સરથાણા વિસ્તારમાં શહીદ સ્મારક ખાતે મુકાયેલા મિગ વિમાન પર લોકોએ ચડીને ફોટોગ્રાફી કરી હતી. જે દેશને ગૌરવ અપાવનાર મિગ વિમાન પર લોકોએ આ રીતે ચડીને ફોટોગ્રાફી કરી હોવાના ફોટા વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે ફોટો વાયરલ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શહીદ સ્મારક પરથી લોકોને હટાવ્યા હતા.
રક્ષાબંધનના પવિત્ર દિવસે લોકો પોતાની જાહેર રજા તથા તહેવારોની રજા માણવા અલગ અલગ વિસ્તારોમાંથી સરથાણા પ્રાણીસંગ્રહાલય આવ્યા હતા. સંગ્રહાલયની બાજુમાં કારગિલ યુદ્ધના શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં મિગ વિમાન મુકવામાં આવ્યું છે. જોકે અહીંની જનતાએ રજા ની મજામાં ભાન ભૂલીને કેટલાક લોકો આ વિમાન પર જ ચડી ગયા હતા અને ફોટોગ્રાફી કરવા લાગ્ય હતા. શહીદોના અપમાનરૂપ આ ઘટનાને પગલે અહીંથી પસાર થતા કેટલાક જાગૃત નાગરિકોએ લોકોને વિમાન પરથી ઉતરી જવા પણ જણાવ્યું હતું. જોકે તેમ છતાં લોકો અહીંથી ખસ્યા નહોતા.
જોકે બાદમાં કેટલાક જાગૃત યુવકોએ તેના ફોટો સોશિયલ મીડિયામા વાયરલ કર્યા હતા. જયારે કેટલાક યુવકોએ આ બાબતની ફરિયાદ પાલિકાના વોટ્સએપ નંબર પર પણ કરી હતી. દરમ્યાન ઘટના અંગે પોલીસને પણ જાણ થતા પોલીસના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને મિગ વિમાન પર ચડી ફોટોગ્રાફી કરતા લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. જોકે આ ઘટના બાદ રાષ્ટ્રપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને આવી ઘટના રોકવા અહીં કાયમી સિક્યોરિટી પણ મુકવામાં આવે અને આ સ્મારકને યોગ્ય રીતે રક્ષવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે.