• સરકારે આટલી જાહેરાતો કર્યા પછી પણ 40 ટકા લોકો સુધી વેક્સિન આ જ કારણથી પહોંચી શકી નથી
  • વેકસિન તો ઠીક ટોકન પણ મળતા ન હોવાના કારણે અંદાજે 200 જેટલા લોકો આ રીતે પોતાનો વારો આવવાની રાહ જોઇ
  • સુરતમાં અગાઉ રેમડેસીવીર ઇન્જેક્શન વખતે આ રીતે લોકો હોસ્પિટલ બહાર રાતવાસો કરવા મજબુર બન્યા હતા

WatchGujarat. સુરતમાં વેકસીનેશનના ધાંધિયા હજી યથાવત છે.એક તરફ સરકાર કોરોના સામેની લડાઈમાં રસીકરણ પર વધારે ભાર આપી રહી છે. તો બીજી તરફ હજી પણ વેકસીનના પૂરતા ડોઝ ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

સુરતના લસકાણા વિસ્તારમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં વેકસિન સેન્ટર બહાર લોકોએ રાતથી જ ધામાં નાંખ્યા હતા. લોકો રાત્રે 11 વાગ્યાથી જ વેકસિન સેન્ટરની બહાર રાતવાસો કરવા મજબૂર બન્યા છે. મહિલાઓની તો હાલત એવી છે કે તેઓ બાળકો સાથે જ રસીકરણ કેન્દ્રની બહાર બેસે છે.

વેકસિન તો ઠીક ટોકન પણ મળતા ન હોવાના કારણે અંદાજે 200 જેટલા લોકો આ રીતે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. માત્ર આ એક સેન્ટરની વાત નથી આવા દ્રશ્યો ઘણા સેન્ટરોના જોવા મળી રહ્યા છે. વેકસિન લેવા આવતા લોકોનું કહેવું છે કે આટલા રાતથી આવ્યા પછી પણ અમને રસી મળશે કે નહીં તેનું કંઈ નક્કી નથી હોતું. ટોકન પણ બે બે દિવસ પછી મળે છે. લાઇન જ એટલી હોય છે કે વારો આવતો નથી અને નાછૂટકે અમારે રાત્રે જ આવીને બેસવું પડે છે.

સરકારે આટલી જાહેરાતો કર્યા પછી પણ 40 ટકા લોકો સુધી વેક્સિન આ જ કારણથી પહોંચી શકી નથી એ પણ વાસ્તવિકતા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો પણ તેમણે આ જ રીતે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્ય છે કે મહત્તમ લોકો સુધી વેકસિન પહોંચે. અને તેના માટે વેકસીનના ડોઝ અને સેન્ટરો વધારવાની પણ સરકારે તૈયારી કરી છે. હવે લોકોને તકલીફ નહિ પડે તેવી ખાતરી તેમણે આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud