• સુરતના શોશ્યો સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર રવીન્દ્ર ગણેશભાઈ સંગડીયા અને તેનો મિત્ર નીખીલ પ્રજાપતિ પેટ્રોલ પુરાવ્યા માટે પહોંચ્યા
  • પેટ્રોલ પંપ પર મફત પાણીની બોટલની સ્કિમ હોવાથી બોટલ મામલે પંપ પર હાજર માણસો અને યુવકો વચ્ચે બોલાચાલી થઇ
  • પેટ્રોલ પંપના કર્મચારીઓએ બંને મિત્રોને ઢોરમાર માર્યો
  • સમગ્ર ઘટનામાં પોલીસે દરમિયાનગીરી કરીને સંડોવાયેલાઓને પોલીસ સ્ટેશન લઇ ગયા
  • નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી અને ત્યાર બાદ મારા મારીના અંતમાં એક યુવકે તેનો જીવ ગુમાવતા ચકચાર મચી જવા પામી
Gujarat, Surat petrolpump incident for free water bottle
Gujarat, Surat petrolpump incident for free water bottle

Watchgujarat. સુરતના શોશ્યો સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર પાણીની બોટલ અંગે બોલાચાલી બાદ બે મિત્રોને પેટ્રોલ પંપના કર્મચારીઓએ માર માર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતના શોશ્યો સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર રવીન્દ્ર ગણેશભાઈ સંગડીયા અને તેનો મિત્ર નીખીલ પ્રજાપતિ પેટ્રોલ પુરાવ્યા માટે પહોંચ્યા હતા. જ્યાં બાઈકમાં તેઓએ 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. જો કે, પેટ્રોલ પંપ પર 500 રૂપિયાના પેટ્રોલ પુરાવે તો પાણીની બોટલ ફ્રીમાં આપવાની સ્કીમ હતી. જેથી બંને મિત્રોએ પાણીની બોટલ માંગી હતી. આ વાતને લઈને પેટ્રોલ પંપના કર્મચારીઓ અને બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ બંને મિત્રોને ઢોરમાર માર્યો હતો. બીજી તરફ ત્યાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. અને બંને મિત્રોને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રવીન્દ્ર ગણેશભાઈ સંગડીયા બેભાન થઇ જતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ

પેટ્રોલ પંપ પર થયેલી આ મારામારી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ યુવકને ઘેરીને માર મારી રહ્યા છે. અને કેટલાક કર્મચારીઓ આ ઝગડાને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મારાભાઈએ મને જણાવ્યું હતું કે મને ખુબ માર્યો છે મારાથી રહેવાતું નથી

મૃતકના ભાઈ હિતેન્દ્રએ જણાવ્યું હતું કે મારો ભાઈ અને તેનો મિત્ર પેટ્રોલ પુરાવવા ગયા હતા. અને તેઓએ 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. જેમાં ફ્રી મળતી પાણીની બોટલ માંગી હતી. પરંતુ તેને પાણીની બોટલ આપવામાં આવી ન હતી. જેથી આ અંગે બોલાચાલી થઇ હતી. અને ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મચારીઓએ તેને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. ત્યાંથી મારા ભાઈને પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં હું પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં મારાભાઈએ મને જણાવ્યું હતું કે મને ખુબ માર્યો છે મારાથી રહેવાતું નથી. એટલી વારમાં મારો ભાઈ ચક્કર ખાઈને ત્યાં ઢળી પડ્યો હતો. જેથી અમે તાત્કાલિક 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે પોલીસે જાણાવ્યું હતું કે, આ ઘટના રાત્રીના 10 વાગ્યાની આસપાસની છે. રવીન્દ્ર ગણેશભાઈ સંગડીયા અને તેનો મિત્ર નીખીલ પ્રજાપતિ બંને ખટોદરા શોશયો સર્કલ પાસે પેટ્રોલ ભરાવવા માટે ભરાવવા ગયા હતા. અને પેટ્રોલપંપની સ્ક્રીમ પ્રમાણે પાણીની બોટલ ફ્રી મળતી હતી. જેથી બંને યુવાનોએ પાણીની બોટલ માંગી હતી. જે વાતને લઈને ત્યાં બબાલ થઈ હતી અને પેટ્રોલ પંપના કર્મચારીઓએ તેને માર માર્યો હતો.

જો કે ત્યાંથી પસાર થતી પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. અને બંને ઇસમોને પોલીસ મથકે લઇ આવી હતી. જો કે બંને ઈસમોએ નશો કરેલી હાલતમાં હતા. તેઓના ભાઈ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને મૃતકે આ વાત પણ તેના ભાઈને જણાવી હતી. જ્યાં તેના ભાઈને ચક્કર આવતા તે પડી ગયા હતા. જેથી તેને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે ખટોદરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલે તપાસ શરુ કરી છે. આ ઘટના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કબજે કરવામાં આવ્યું હતું. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud