• પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેવા સમયે રેકી કર્યા બાદ પેટ્રોલની ચોરીનો કિસ્સો સામે આવ્યો
  • લિંબાયતમાં મળસ્કે ટુ વ્હીલરમાંથી પેટ્રોલની થઇ ચોરી
  • ચોરીના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ

WatchGujarat. સુરતના લીંબાયત ખાતે આવેલી શ્રીનાથ સોસાયટીમાં બીજેપીના માજી કોર્પોરેટરના ઘર પાસેથી પેટ્રોલચોરીની ઘટના સામે આવી છે. બે અજાણ્યા ઈસમો વહેલી સવારે બાઈકમાંથી પેટ્રોલચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. બંને ઈસમો પહેલા રેકી કરે છે અને બાદમાં પેટ્રોલ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે.

એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે હવે સુરતમાં પેટ્રોલ ચોરી કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં શ્રીનાથ સોસાયટી આવેલી છે. શ્રીનાથ સોસાયટી નજીક જ બીજેપીના માજી કોર્પોરેટરનું ઘર પણ આવેલુ છે. આ સોસાયટી નજીકથી છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી ત્યાં રહેતા સોસાયટીના રહીશોએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં બે ઈસમો પેટ્રોલની ચોરી કરતા નજરે ચડ્યા હતા

રેકી કર્યા બાદ કરી હતી ચોરી

બે અજાણ્યા ઈસમો દ્વારા વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરવાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જવા પામી છે. જેમાં બે ઈસમો વહેલી સવારે પહેલા રેકી કરે છે અને બાદમાં ત્યાં પાર્ક વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરે છે. આ સીસીટીવી ફૂટેજ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી હતી.

શોશ્યલ મીડિયામાં થઇ રહી છે અનેક કોમેન્ટ

ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા દિવસો અગાઉ એક કચરાના ડોલ ચોરીની ઘટના સામે આવી હતી. તેના પણ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યાં હવે પેટ્રોલચોરીની ઘટના સામે આવી છે અને તેના પણ સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે. આ ફૂટેજને લઈને એક તરફ લોકો શોશ્યલ મીડિયામાં અનેક કોમેન્ટ પણ કરી રહ્યા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચતા આ પ્રકારની ચોરી કરાતી હોવાની કોમેન્ટ પણ થઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud