હત્યાના આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી લઈને ચોકબજાર પોલીસના હવાલે કર્યો
WatchGujarat સુરતના ચોકબજાર વિસ્તારમાં ૨૪ વર્ષીય યુવકની હત્યા થઇ છે. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય બોલાચાલી બાદ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરતના વેડરોડ પર ત્રિવેણી સોસાયટી આવેલી છે. તેમાં સંજયભાઇ રામદાસ કોષ્ટી પોતાના ૨૪ વર્ષીય પુત્ર પરેશ અને પત્ની સાથે રહે છે. ગતરોજ બપોરે તેઓનો પુત્ર પરેશ પોતાના ઘર પાસે ઉભો હતો તે વેળાએ તે વિસ્તારમાં જ રહેતો નવીન ઉર્ફે જાડીયો રાજેંદ્રભાઇ સીધવન રીક્ષા લઈને આટા ફેરા મારતો હતો.
દરમિયાન પરેશે નવીનને કેમ અહી આટા ફેર મારે છે ? અમારી સામે શું જુએ છે ? મને મારવાનો છે ? તેમ કહેતા બંને વચ્ચે ઝગડો થયો હતો. ઝગડાએ ઉગ્ર બોલાચાલીનું સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકના લોકોએ બંનેને છોડાવી પોતાના ઘરે મોકલ્યા હતા. થોડીવાર બાદ ઉશ્કેરાયેલો નવીન ફરી આવ્યો હતો અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે પરેશને પગ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશનું મોત નીપજ્યું હતું.
હત્યાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આરોપી નવીન સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે હત્યારા નવીન ઉર્ફે જાડીયો રાજેંદ્રભાઇ સીધવનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.