સુરત પીસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી
વેડછા પાટીયા પાસેથી પીકઅપ વાનને રોકી તેની તલાશી લેવામાં આવી
દારૂ સંતાડવાની જગ્ચા જોતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી
[caption id="attachment_1225291" align="aligncenter" width="1280"] Gujarat, Surat bootlegger unique idea caught by police[/caption]
Watchgujarat. પીસીબી પોલીસે બોલેરો પિકઅપ વાનમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પિકઅપ વાનમાં તપાસ કરતા લોડિંગના ભાગે ગુપ્ત ખાનું બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે ઇસમોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે
પીસીબી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો સુરત શહેરમાં પિકઅપ વાનમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વેડછા પાટિયા પાસેથી બોલેરો પિકઅપ વાન ઝડપી પાડી હતી.જ્યાંથી પોલીસે માધુ નામદેવ સોનવણે અને જયેશ ધનરાજ પાટીલ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
કુલ 4.73 લાખની ધરપકડ
પોલીસે વાનમાં તપાસ કરતા લોડિંગના ભાગે ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને તેમાં દારૂની જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પીસીબી પોલીસે 1.68 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, પીકઅપ વાન અને બે મોબાઈલ ફોન મળી કુલ 4.73 લાખની મત્તા કબજે કરી હતી.
મહારાષ્ટ્રથી દારૂની થતી હતી હેરાફેરી
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આ દારૂની સપ્લાય ડીંડોલી ખાતે રહેતા વિજય પાટીલે કરી હતી અને આ દારૂ રવિ ઉર્ફે ભાવડીયા ઉત્તમભાઈ જાવરેએ મંગાવ્યો હતો જેથી પોલીસે બન્ને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં વોન્ટેડ વિજય પાટીલ મહારાષ્ટ્રથી સુરત શહેરમાં તેના મળતીયા દ્વારા મોટાપાયે દારૂની હેરાફેરી કરાવતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ આ મામલે પીસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું
બુટલેગરો દારૂની હેરાફેરી કરવામાં એટલા માહિર બન્યા છે કે ભલભલા લોકો માત ખાઈ જાય. અને આવું જ કાંઈક સુરતમાં સામે આવ્યું હતું. સુરતમાં ઝડપાયેલા દારૂમાં પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપીઓએ દારૂની હેરાફેરી અને પોલીસ પકડી શકે નહીં તે માટે બોલેરો પીકઅપ વાનમાં લોડિંગના ભાગે એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું તેની અંદર દારૂ છુપાવવામાં આવ્યો હતો. પરંતુ આખરે પોલીસને બાતમી મળી હતી અને આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Gujarat, Surat bootlegger unique idea caught by police