• સુરત શહેરમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે
  • સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પલસાણા પોલીસ સાથે મળી મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
  • ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી ગુણો ભરીને ગાંજો મળી આવતો પોલીસ પણ ચોંકી ઉઠી

WatchGujarat. સુરત જિલ્લા પોલીસે બાતમીના આધારે ગાંજાનો મસમોટો જત્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અહીથી 1.14 કરોડની કિમતનો 1142 કિલોગ્રામ ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે. અને માલ મંગાવનાર અને માલ મોકલનાર ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત શહેરમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેરમાંથી ગાંજો ડ્રગ્સ વેચતા લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે હવે સુરત જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ વધ્યું છે. ત્યારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પલસાણા પોલીસ સાથે મળી મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ઘરમાં છુપાવ્યો હતો ગાંજો

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે સુરત જીલ્લાના સાંકી ગામ સ્થિત આવેલા શ્રી રેસીડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટનબર 204 માં ગાંજાનો જત્થો રહેલો છે અને ત્યાંથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસે પલસાણા પોલીસ સાથે મળી વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે સુરતના કતારગામ ઉત્કલનગર પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા ૧૯ વર્ષીય બીકાસ બુલી ગૌડ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.

ઘરમાંથી 1 કરોડથી વધુનો ગાંજો મળી આવ્યો

પોલીસે ઘરમાં દરોડો પાડી તપાસ કરી હતી. જ્યાં ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા 1.14 કરોડની કિમતનો 1142 કિલોગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્યાંથી 9 વર્ષીય બીકાસ બુલી ગૌડ નામના ઈસમની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ત્યાંથી પોલીસે બે મોબાઈલ, એક મોપેડ, અંગઝડતીના રોકડા રૂપિયા મળી કુલ 1.14 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો

ત્રણ ઈસમો વોન્ટેડ

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગાંજાનો જત્થો કતારગામ ઉત્કલનગર પાસે રહેતા બાબુ નાહક અને વિક્રમ મગલુ પરીદાએ ઓરિસ્સા ખાતે રહેતા સીબરામ નાહક પાસેથી મંગાવ્યો હતો. અને ઝડપાયેલો આરોપી અહીથી ગાંજાનું વેચાણ કરતો હતો. જેથી પોલીસે ગાંજો મંગાવનાર અને આપનાર મળી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

આટલો મોટો જત્થો અહી પહોચ્યો કેવી રીતે ?

ઉલ્લેક્ખ્નીય છે કે પોલીસે અહીથી 1 કરોડથી વધુનો ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આટલો મોટો ગાંજાનો જત્થો ઓરિસ્સાથી સીધો સુરત જીલ્લા સુધી અને તે પણ એક ઘરના ફ્લેટમાં કેવી રીતે પહોચી ગયો તે પણ એક મોટો સવાલ છે. ત્યાં સુધી પોલીસને કેમ આ બાબતની ભનક પણ ન લાગી તે એક મોટો પ્રશ્ન છે. હાલ ઝડપાયેલા આરોપીની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud