સુરતના વેસુ વિસ્તારમાં યુવક પાન પાર્લરની સામે સિગારેટ અને કોલ્ડડ્રીંક પી રહ્યો હતો
સ્વીફ્ટ કારમાં વિલેશ ફતેસિંહ નેમ પ્લેટ વાળી ખાખી વર્દીધારી અને એક સિવિલ ડ્રેસમાં એમ બે યુવાનો ઘસી આવ્યા
બંને યુવાને થમ્સઅપની બોટલમાં દારૂ પીવે છે એમ કહી ત્રણેક તમાચા મારી જબરજસ્તી કારમાં બેસાડી દીધો
WatchGujarat. સુરતમાં એક પોલીસ કર્મી પર જ અપહરણ અને લુંટનો ગુનો નોંધાતા ચક્ચાર મચી જવા પામી છે. યુવકને દારૂ પીવે છે એમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી અને બાદમાં કારમાં અપહરણ કરી 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોધાયો છે જેમાં ઉમરા પોલીસે તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ કરી છે.
યુવકનું અપહરણ કરી માર મારી 30 હજાર પડાવી લીધા
સુરતમાં રક્ષક જ ભક્ષક બને એ પ્રકારની ઘટના સામે આવી છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના ભટાર ટેનામેન્ટ નજીક સુયોગ નગરમાં રહેતો અને ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો નીરવ ભાવેશ સોની બે દિવસ અગાઉ સાંજે વેસુ અગ્રવાલ સ્કુલની નજીક હેપ્પી હોલ માર્ક કોમ્પ્લેક્ષમાં પાન પાર્લરની સામે મોપેડ પર બેસી સિગારેટ અને થમ્સઅપ પી રહ્યો હતો. ત્યારે લાલ કલરની સ્વીફ્ટ કારમાં વિલેશ ફતેસિંહ નેમ પ્લેટ વાળી ખાખી વર્દીધારી અને એક સિવિલ ડ્રેસમાં એમ બે યુવાનો ઘસી આવ્યા હતા.આ બંને યુવાને થમ્સઅપની બોટલમાં દારૂ પીવે છે એમ કહી ત્રણેક તમાચા મારી જબરજસ્તી કારમાં બેસાડી દીધો હતો.
ત્યાર બાદ પોલીસ કેસ કરવાની ધમકી આપી જો જેલમાં નહીં જવું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે એમ કહી પુનઃમારમારી પર્સમાંથી રોકડા 5 હજાર અને મોબાઇલમાં ગુગલ પે એપ્લિકેશનથી 25 હજાર ચીન્ટુ દુબે નામના યુવાનના ગુગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ તેનું કારમાં અપહરણ કરી લીધું હતું અને કારમાં એક-દોઢ કલાક સુધી ફેરવ્યા બાદ વેસુ હેપ્પી હોલ માર્ક કોમ્પ્લેક્ષ પાસે ઉતારી દઇ આ વાત કોઇને કરશે તો તને છોડીશું નહીં તેવી ધમકી આપી જયાંથી નીરવને જબરજસ્તી કારમાં લઇ ગયા હતા ત્યાં જ પરત ઉતારી બંને જણા ભાગી ગયા હતા.
પોલીસે તેના જ પોલીસ કર્મીની કરી ધરપકડ
આ સમગ્ર ઘટના અંગે નીરવે ગત રોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં ઉમરા પોલીસે તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે લૂંટ અને અપહરણના ગુનામાં વિલેશ ફતેસિંહની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.