• સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી
  • આદિવાસી વિસ્તારની મહિલાઓને મદદ કરી શરૂ કરવામાં આવ્યુ અભિયાન
  • વૃદ્ધાઓની મુલાકાત લઇને તેમનું દુખ જાણવાનો પ્રયાસ કરીએ છીએ – SP ઉષા રાડા

WatchGujarat. પોલીસનો પહેલો ધર્મ નાગરિકોની સુરક્ષા કરવાનો હોય છે. પરંતુ આ ફરજની સાથે સાથે સેવાનો ભાવ જોડવાનો પણ એક ઉમદા પ્રયાસ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વૃદ્ધ વડીલોને માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરાયું છે અને એ છે “પોલીસ તમારા દ્વારે”. આ અભિયાન અંતર્ગત પોલીસ અધિકારીઓ પોતાના પોલીસ હદ વિસ્તારમાં રહેનારા વૃધ્ધોના ઘરે જઈને ફક્ત તેમના હાલ પૂછશે એટલું જ નહીં જો તેમને કોઈ મદદની જરૂર હશે તો એ પણ કરશે.

સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે મોટી ઉંમરમાં વડીલ વૃધ્ધો પોતાની સમસ્યા અને દુઃખ બીજા સાથે વહેંચી શકતા નથી. અને પીડા સહન કર્યા કરે છે. સુરતમાં આદિવાસી જિલ્લા ઘણા આવેલા છે. જ્યાં ઘણા લોકો અસુવિધાના અભાવમાં જ જીવી રહ્યા છે. અહીં વૃધ્ધોની હાલત અત્યંત દયનિય છે. તેવામાં પોલીસ દ્વારા આ અભિયાન ખાસ વૃધ્ધો માટે શરૂ કરવામાં આવ્યું છે.

વધુમાં SP ઉષા રાડા એ જણાવ્યું હતું કે જે રીતે સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં વૃદ્ધ માતા-પિતાને મારતા વિડીયો વાયરલ થયા હતા તે વિડિયો અમારા ધ્યાને આવ્યા હતા.અમુક કિસ્સાઓમાં વિડીયો વાયરલ થાય તો પોલીસ એકશન લેતી હોય છે પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે જેના વિડિયો બહાર નથી આવતા.સમાજમાં એવા ઘણા વૃદ્ધો છે જેમના સંતાનો તેમને મારો છોડ કરતા હોય છે પરંતુ વધારે ઉંમર હોવાના કારણે તે પોલીસ સ્ટેશન સુધી આવી શકતા નથી તેવામાં અમે નક્કી કર્યું કે અમારા હદ વિસ્તારમાં આવતા ગામમાં ફરીને વૃદ્ધાઓ ની મુલાકાત લેવી અને તેમને કોઈ તકલીફ છે કે નહીં કોઈ તમને હેરાન પરેશાન કરતા કરે છે કે કેમ તે બાબતે તેમની મુલાકાત લઈને તેમનું દુઃખ જાણવાનો પ્રયત્ન કરીએ છે.

પોલીસ આપના દ્વારે અભિયાન અંતર્ગત પોલીસ દર મહિનાના એક દિવસ પોતાના હદ વિસ્તારમાં રહેતા વડીલ વૃધ્ધોની મુલાકાત લેશે અને તેમના હાલચાલ પૂછશે. જેનાથી તેમને માનસિક સપોર્ટ પણ મળી રહેશે. જે વૃધ્ધોને જરૂર હોય તો તેઓને અનાજ કરીયાણું પણ પહોંચાડી આપશે. આ અભિયાનનું સારી રીતે મોનીટરિંગ પણ કરવામાં આવશે. અભિયાનમાં 3 હજાર વૃધ્ધોની યાદી બનાવવામાં આવી છે. તેના આધાર પર દર મહિને પોલીસ તેમનો સંપર્ક કરશે. પોલીસના આ પ્રયાસના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કારણ કે ખાખી વર્દીમાં પોલીસને ફક્ત રોફ જમાવવા જ આવે છે એવી એક છબીને આ પ્રયાસ દ્વારા બદલવાનો મોકો મળ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud