• શીતલ ટોકિઝ નજીક બે માળના મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે શનિવારે બપોરે રેડ પાડી હતી
  • સ્ટેટ મોનીટરીંગ સેલે 39 જુગારીઓને પકડી 45 બાઇક, 35 મોબાઇલ અને 3.19 લાખની રોકડ મળી 18.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
  • આ પ્રકરણમાં પોલીસ કમિશનર અજય તોમરે રાંદેર પીઆઇ ડી. વી. બલદાણીયાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

#Surat - જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ રાંદેર PI ડીવી બલદાણીયા સસ્પેન્ડ

WatchGujarat સુરતના અડાજણ વિસ્તારના શીતલ ચાર રસ્તા ખાતે ઝુપડપટ્ટીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પ્રકરણમાં પોલીસ કમિશનર દ્વારા રાંદેર પીઆઇ ડી.વી. બલદાણીયાને સસ્પેન્ડ કરતો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

સુરતના રાંદેર પોલીસની હદમાં શીતલ ટોકિઝ નજીક બે માળના મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે શનિવારે બપોરે રેડ પાડી હતી. વિજિલન્સની રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિજિલન્સની ટીમ ટોકન સિસ્ટમની ચાલતી જુગારની ક્લબ પરથી 39 જુગારીઓને પકડી પાડયા હતા. 14.90 લાખની 45 બાઇક, 35 મોબાઇલ અને 3.19 લાખની રોકડ મળી 18.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસ કમિશનર અજય તોમરે રાંદેર પીઆઇ ડી. વી. બલદાણીયાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જુગારધામ પર કરાયેલી રેડ બાબતે સેક્ટર-1ને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. #surat #Rander

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર અજયકુમાર તોમર ના ચાર્જ સાંભળ્યા પછી સુરત પોલીસ એકશનમાં આવતા ડ્રગ્સ ઓફિસ ગાંજા અને ગેરકાયદેસર ચાલતા સ્પા પર સપાટો તો બોલાવ્યો હતો. પરંતુ પોતાના જ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા અને જુગાર ધામ પર પોલીસની નજર પડતી નથી. #surat #Rander

 

More #Surat #Rander #PI DV baldania #suspended #raid of #state monitoring cell #Jugardham #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud