• અષાઢી બીજના રોજ સુરત સહિતા રાજ્યના અનેક શહેરોમાં ભવ્ય રથયાત્રા નીકળે છે
  • ચાલુ વર્ષે કડક નિયંત્રણને કારણે સુરતમાં રથયાત્રા મોકુફ રાખવામાં આવી
  • ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો

WatchGujarat. સુરતમાં કડક નિયંત્રણોને લઈને રથયાત્રા મોકૂફ રખાઈ છે. માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિણર્ય કરવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તોનો ઘસારો ઇસ્કોન મંદિર ખાતે જોવા મળી રહ્યો છે જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

અષાઢી બીજના રોજ સુરતમાં ભવ્ય રથયાત્રા નીકળે છે. લાખો લોકો આ રથયાત્રામાં જોડાય છે અને સમગ્ર સુરત જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠે છે. પરંતુ ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને રથયાત્રા મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. દરમિયાન આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં તમામ તૈયારીઓ પણ ઇસ્કોન મંદિર દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ કડક નિયંત્રણોને કારણે મંદિર દ્વારા રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી રહી છે. સવારથી જ ભક્તો ઇસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફેરવવામાં આવી રહ્યો છે.

મંદિરમાં ભક્તોની ભારે ભીડ

રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મંદિરમાં ભક્તોનો વહેલી સવારથી ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. મંદિરમાં ભક્તોની ભીડ જોતા અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના દર્શન તમામ લોકો કરી શકે અને ભીડ વધુ ન થાય તેના માટે સમયાંતરે લોકોને અંદર પ્રવેશીને રથયાત્રા રાતે 8:45 સુધી મંદિર પરિસરમાં ફેરવવાનું આયોજન કર્યું છે. જેથી કરીને તમામ ભક્તો કે જે ઈસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે તે તમામને દર્શનનો લાભ મળે. આવનાર તમામ ભક્તોને પ્રસાદી સ્વરૂપે 150 કિલો જેટલી લાપસી મંદિર દ્વારા બનાવવામાં આવી હતી.

મંદિર 8 – 45 સુધી દર્શનાર્થે શરુ રાખવામાં આવ્યું

ઇસ્કોન મંદિરના સરોજ પ્રભુએ જણાવ્યું કે રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવામાં આવી રહી છે. ભક્તોને અપીલ છે કે તેઓ અહી દર્શેને આવે પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે. અહી જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં સહયોગ આપે. તેમજ દરેક ભક્ત દર્શન કરી શકે તે માટે મંદિર 8 – 45 સુધી દર્શનાર્થે શરુ રાખવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud