• સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીનો એક વિડીયો વાયરલ
  • વિડીયોમાં તેઓએ રાજકીય પાર્ટીને લઈને ટીપ્પણી કરી
  • વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ના હોવું જોઈએ.

WatchGujarat. સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ આપ પાર્ટીને સર્મથન આપતા હોય તેવું પ્રવચન આપ્યું હતું. સુરતમાં યોજાયેલી ઓનલાઈન કથામાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીથી સાવરણો આવ્યો છે અને સફાઈ તો કરશે જ સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.

સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેઓએ રાજકીય પાર્ટીને લઈને ટીપ્પણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સંતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં આપ પાર્ટીને સર્મથન આપતા હોય તેવી ટીપ્પણી કરી હતી. વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે ચુંટણી દરમ્યાન રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ના હોવું જોઈએ.

ચુંટણીમાં હાર જીત તો થયા કરે. પણ એમાં દ્રેષ વૃદ્ધિ રખાઈ નહી. કોઈ વ્યક્તિને રાહુલ ગાંધી પસંદ હોય તો બે વખાણ એના પણ કરે. કોઈને કેજરીવાલ ગમતા હોય તો એના પણ વખાણ કરે. સાવરણો 2022 માં ગુજરાતમાં તો આવશે જ દિલ્હીથી સાવરણો આવશે અને કોને સાફ કરશે તે નક્કી નથી. એટલે અત્યારથી જ તૈયારીઓ કરી જ રાખવી જોઈએ. સાવરણો છે એટલે સાફ તો કરશે જ સ્વામીનો આપ પાર્ટીને સમર્થન આપતો વીડિયો પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકાયો છે. જે હાલ વાયરલ થયો છે અને ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

આપ પાર્ટીએ વિડીયો શેર કર્યો

આ વિડીયો સામે આવતા શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આપ પાર્ટીના તમામ કાર્યકરો આ વિડીયોને પોતાના શોશ્યલ એકાઉન્ટમાં મૂકી 2022 આવશે તો આપ પાર્ટી જ એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણી વખત સંતો દ્વારા રાજકીય વાતો તથા મંચ ઉપરથી કરતા હોવાનું જોવા મળે છે. સમયાંતરે કથાકારો કે, મહંતો દ્વારા રાજકીય પક્ષોની આલોચના કે, પ્રશંસા કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે.  ત્યારે વધુ એક વિડીયો સામે આવતા રાજકારણ પણ ગરમાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud