• તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી બે દાન પેટી ચોરી કરી ફરાર થઇ ગયા
  • અગાઉ વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં પણ આ જ મંદિરમાંથી ચોરી થઇ હતી

WatchGujarat શહેરના પાલ RTO રોડ પર આવેલા અટલ આશ્રમમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી બે દાન પેટી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરીની ઘટના બાદ મંદિરના પુજારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરને પણ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે મંદિરમાં ચોરી થયાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પાલ આર.ટી.ઓ. રોડ પર અટલ આશ્રમ આવેલું છે. આશ્રમમાં આવેલા મંદિરના સત્સંગ ભવન તરફ જવાના પેસેજમાં ટેબલ ઉપર મુકેલ સ્ટીલની દાન પેટી અને ખોડીયાર માતાના મંદીર પાસે મુકેલ દાનમાંથી ૫ હજારની રોકડ ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

મંદિરમાં થેયલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરમાં ચોરી થવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં તસ્કર ચોરીની ઘટનાને અંજામ આપતો નજરે ચડે છે. CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, માસ્ક પહેરેલો એક યુવક મંદિરની પાછળ આવેલી દીવાલ કુદીને મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ મંદિરના પેસેજે માં રહેલી દાનપેટી અને ખોડિયાર માતાના મંદિર પાસેની દાન પેટીમાંથી રોકડની ચોરી કરી ઘટનાને અંજામ આપે છે. જે CCTV ફૂટેજના આધારે મંદિરના પુજારીએ ચોરીના બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી મંદિરના મહંતની માંગ 

મંદિરના પુજારી મહંત શ્રી બટુકગીરી મહાદેવગીરી મહારાજે જણાવ્યું હતું કે, અગાઉ પણ વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં મંદિરમાં ચોરી થઇ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ તે ઘટનાના આરોપીઓ આજદિન સુધી પકડાયા નથી. ત્યારે આજે ફરી એક વખત ચોરીની ઘટના બની છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ ચોરીની ઘટનામાં પોલીસે તસ્કરને પકડી શકે છે કે નહિ. તેમજ આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ મંદિરના મહંત દ્વારા કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud