સુરતને ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે
તમિલનાડુના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો
સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી
WatchGujarat. સુરતમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં કાપડ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આ વિડીયો ટીટી માર્કેટ પાસેનો હોવાની ચર્ચા છે. આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે. અને આ મામલે તપાસ શરુ કરી છે
https://twitter.com/WatchGujarat/status/1415917433483796486?s=20
સુરતને ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સલાબતપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. પોલીસ મથકમાં કાપડ વેપારીઓ સાથે રોજની લાખો કરોડોની ઠગાઈ થઇ હોવાની ફરિયાદ પણ નોંધાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તમિલનાડુના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે. અને આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરુ કરી છે.
લોકો તમાશો જોઈ રહ્યા
મહત્વની વાત છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાની કોશિશ કરી ન હતી. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વિડીયો વાયરલ થતા કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી જવા પામી છે. વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવામાં આવતા એક તરફ કાપડ વેપારીમાં ચકચાર મચી જવા પામી છે. ખુદ કાપડ વેપારીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે.
પોલીસે તપાસ શરુ કરી
તો બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. માનવતાને નેવે મૂકી આ પ્રકારની ઘટના ખુબ જ દુખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા પરંતુ આવી રીતે માનવતાને શર્મસાર કરવી ખુબ જ નિદનીય બાબત કહી શકાય છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરુ કરી છે.
આવી ઘટના ખુબ જ નિંદનીય : ફોસ્ટા
આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારે ધ્યાને આવ્યો છે. ભોગબનનાર વેપારી તમિલનાડુનો હોવાની ચર્ચા છે. આ ઘટના ખુબ જ નીંદનીય છે. આવું કૃત્ય ન કરવું જોઈએ. પરંતુ ઘણીવાર બહારગામના વેપારીઓ કાપડનો માલ ખરીદી તેના નાણા ચૂકવતા નથી અને વેપારીઓને લોહીના આંસુઓ રડાવે છે. પરંતુ સુરતમાં જે આ જે ઘટના બની છે તે બનવી જોઈએ નહી. અમારી ફોસ્ટા સંસ્થા ઈકોનોમિક સેલ રીંગરોડ ખાતે ખોલવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. જેથી સુરતના વેપારીઓ જો ઠગાઈનો ભોગ બને તો ત્યાં ફરિયાદ કરી શકે. પરંતુ ઘણી વાર વેપારીઓ ઠગાઈનો ભોગ બને છે અને રોષમાં આવી આ પ્રકારનું કૃત્ય કરે છે. પરંતુ આવી ઘટના ખુબ જ નિંદનીય છે.