• સુરતના ભેસ્તાન વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી
  • સ્થાનિકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઇસમોને મેથીપાક આપી પોલીસને સોપ્યા

WatchGujarat એક તરફ પેટ્રોલના ભાવ આસમાને પહોચી રહ્યા છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા રામનગરમાં કેટલાક ઈસમો બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતા હતા. જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. અને સ્થાનિકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઇસમોને મેથીપાક આપી પોલીસને સોપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રામનગર આવેલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રામનગરમાં પાર્ક કરેલ ગાડીઓમાંથી પેટ્રોલ ચોરી થઇ રહ્યું હતું. અચાનક ગાડીમાંથી પેટ્રોલ ગાયબ થઇ જતા રહીશોને શક થયો હતો. જેથી નજીકમાં ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં બે ઈસમો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતા જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકોએ સીસીટીવી ફૂટેજના આધારે બે લોકોને ઝડપી પાડ્યા હતા.અને બંને આરોપીઓને મેથીપાક આપી પોલીસના હવાલે કરી દીધા હતા.

સ્થાનિકોએ ઝડપી લીધેલા શખ્સો પોતાનો શોખ પૂરો કરવા માટે પેટ્રોલની ચોરીમાં જોડાયા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેઓની સાથે અન્ય ૩ લોકો પણ સામેલ હોવાની વાત બહાર આવી રહી છે. સ્થાનિકોએ બે લોકોને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય ૩ લોકો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

પેટ્રોલ ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં સ્પસ્ટ પણે જોઈ શકાય છે કે બંને ઈસમો ત્યાં હાજર બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરી રહ્યા છે. વધુમાં પોતાની જ સોસાયટીના કેટલાક લોકો બહારથી પેટ્રોલ ચોરી કરતા યુવકોને બોલાવીને પેટ્રોલ ચોરી કરાવતા હોવાનો જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

ઝડપાયેલા બે ઇસમોને માર મારીને સોસાયટીના કયા લોકો તેમને પેટ્રોલ ચોરી કરવા માટે બોલાવતા હતાં. તે અંગે વારંવાર પૂછ્યું હતું. ચોરી કરતા ઝડપાયેલા બે ઇસમોને માર મારી અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધા હતાં.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud