• ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તરૂણી સાથે મિત્રતા કેળવી પહેલા બહેન બનાવી અને બાદમાં પ્રેમિકા
  • મિત્રની મદદથી કાફેમાં કપલ બોક્સ બુક કરાવી શરીરી સંબંધ બાંધ્યા
  • કાફેના કપલમાં શરીરી સંબંધ બાંધી મોબાઇલમાં તેનો વિડિઓ ઉતારી લીધો
  • તરૂણીનો વિડિઓ વાઇયરલ (Video Viral) થતાં પિતાને મિત્ર પાસે પહોંચતા સમગ્ર મામલો બહાર આવ્યો

 

સુરત પોલીસે આ ત્રણ યુવકોની ધરપકડ કરી
(સુરત પોલીસે આ ત્રણ યુવકોની ધરપકડ કરી)

WatchGujarat. સુરતની 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા (Friendship) કેળવ્યા બાદ યુવાને સરથાણાના કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો. તે વિડીયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પણ તેણે નહીં સ્વીકારતા વિડીયો વાયરલ (Video Viral) કરી દીધો હતો. સરથાણા પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા અને  રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી  ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ માતાને ઘરકામમાં મદદ કરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વિડીયો મોકલું છું, તે જોવાય તેવો નથી,  મિત્રએ મોકલેલો વિડીયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં સગીરા કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો સગીરા એ તેની ઓળખ બે વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા તરીકે આપી હતી.

સચીને મિત્રતા થયા બાદ સગીરા ને પહેલા બહેન બનાવી હતી અને બાદમાં અવારનવાર વાત કરી આઠ મહિના અગાઉ કોઈકની પાસેથી મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ પર મેસેજ કરી મળવા બોલાવી હતી. સગીરા  મળવા નહીં જતા ફરી મેસેજ કરી મળવા બોલાવતા તે જતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. ત્યાં સચીન સગીરા ને એક કાફેમાં લઈ ગયો હતો. પણ કાફે બંધ હોવાથી સચીને તેના મિત્ર કિશન ડાભીને બોલાવતા તે બાઈક લઈને આવ્યો હતો. સચીને સગીરા ના ઇન્કાર છતાં તેને પોતાની બાઈક પર બેસાડી હતી અને કિશન પોતાની બાઈક પર તેમની પાછળ આવ્યો હતો. કિશને સરથાણા જકાતનાકા સ્થિત  કાફેમાં કપલ બોક્સ બુક કરાવ્યું હતું અને નીચે ઉતરી ગયો હતો.

કપલ બોક્સમાં સગીરાના ઇન્કાર છતાં સચીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરીછૂપીથી તેનો વિડીયો પણ બનાવી દીધો હતો.અડધો કલાક બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે સગીરા એ ખોટું થયું તેમ કહ્યું તો સચીને કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે. તેના ત્રણ દિવસ બાદ સગીરા ની જ સોસાયટીમાં રહેતા સચીનના મિત્ર વૈભવ બગદરિયાએ સગીરા ને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કહ્યું હતું કે તારો અને સચીનનો વિડીયો સચીને મને મોકલ્યો છે, જો મારી ફ્રેન્ડ નહીં બને તો વાયરલ કરી દઈશ.સગીરા એ ઈન્કાર કરતા તેણે વિડીયો વાયરલ કરી દીધો હતો. તે મળતા તેના પિતાએ જાણ કરી હતી.

આ બનાવમાં ગતરોજ સગીરાના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કિશન રામજીભાઇ ડાભી અને વૈભવ અશોકભાઇ બગદરિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud