• સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર સસ્તી પ્રસિદ્ધી લેવા માટે કાયદાનું ઉલ્લંઘન કર્યાના વિડીયો સામે આવી ચુક્યા છે
  • યુવતિએ ફેમસ થવા લીધો બંદુકનો સહારો
  • વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો

WatchGujarat. આજકાલ લોકોને ફેમસ થવું હોય તો તેના માટે વધારે મહેનત પણ કરવી નથી પડતી. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે બહુ આસાન રસ્તો છે. એકવાર કોઈ વિવાદિત પોસ્ટ કે ફોટો શેર કરી લો પછી રાતોરાત તમે સિતારા બની જાઓ છો. સુરતના સોશિયલ મીડિયામાં આવા ઘણા ચહેરા છે જે તેમની વિવાદિત પોસ્ટને લઈને રાતોરાત લાઈમલાઈટમાં આવ્યા છે. જોકે એ વાત અલગ છે કે તેના ચક્કરમાં તેમને પોલીસ સ્ટેશનના સળિયા પણ ગણવા પડ્યા છે.

હાલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર @ptl_chaitali નામની યુઝર ખૂબ ચર્ચામાં છે. જેનું કારણ તેણે મુકેલી એક પોસ્ટ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મુક્યો છે જેમાં તેના હાથમાં રિવોલ્વર દેખાઈ રહી છે. અને તાપી કિનારે ઉભા રહીને તેણે આ વિડીયો બનાવ્યો છે. સુરતની આ યુઝરના બીજા પણ અનેક વિડીયો ચર્ચામાં દેખાઈ રહ્યા છે. પણ આ વીડિયોમાં રિવોલ્વર સાથેની તેની પોસ્ટ વિવાદ ઉભો કરી શકે છે. જોકે આ રિવોલ્વર અસલી હતી કે રમકડાંની તે નથી જાણી શકાયું પણ જો પોલીસની નજરમાં આ વિડીયો આવે તો ચોક્કસ તેની પૂછપરછ થઈ શકે છે.

નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે અને ફોલોઅર્સની સંખ્યા વધારવા તેમજ ફેન ફોલોઇંગ મેળવવા યુઝર્સ ગમે તે હદે જઈ શકે છે તેના ઉદાહરણો પણ આપણી સામે જ છે. જો તેના પર કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં સોશિયલ મીડિયાના આવા યુઝર્સ કાયદો હાથમાં લેતા પણ ડરશે નહિ. થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ કમિશનર દ્વારા સાઇબર ગુનાઓને રોકવા ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આવા યુઝર્સ પર લગામ કસવાની ખાસ જરૂર છે.

અગાઉ પણ કોરોનાકાળમાં બાઇક પર સવારી કરતી એક યુવતીનો આવો જ વિડીયો વાયરલ થયો હતો જેની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud