• પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ 15 મહિનાની સજા ભોગવવા માટે કરેલી શરણાગતિ પછી પીટરમેરીસબર્ગ ડરબન માં હિંસા ફાટી નીકળી
  • અહીં બેરોજગારીનો દર 32 ટકા  હોવાથી જેના કારણે અવારનવાર હિંસાની આડમાં લોકો લૂંટફાટ શરૂ કરી દેતા હોય છે
  • સમગ્ર સાઉથ ગુજરાતમાંથી 50000 કરતા વધુ લોકો સાઉથ આફ્રિકાના આ વિસ્તારોમાં રહે છે

WatchGujarat. સાઉથ આફ્રિકાના પીટરમેરિસબર્ગ અને ડર્બનમાં ચાલી રહેલા હિંસાના કારણે ત્યાં વસતા ગુજરાતીઓ ની હાલત કફોડી બની છે. આ હિંસામાં 72 લોકોના મોત પણ નિપજ્યા છે જેથી સ્વાભાવિક રીતે સુરત રહેતા પરિવારોમાં આ અંગે ચિંતા વધી છે. સુરત અને તેની આસપાસ થી આશરે 50 હજારથી વધુ લોકો સાઉથ આફ્રિકા માં વસે છે. હાલ ફાટી નીકળેલી આ હિંસાના કારણે તેઓ પણ મુશ્કેલી માં મુકાયા છે અને સુરત માં વસતા તેઓના પરિવારજનોની હાલત અંગે  તેઓ ચિંતામાં મુકાયા છે.

ગુરૂવારે પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ 15 મહિનાની સજા ભોગવવા માટે કરેલી શરણાગતિ પછી પીટરમેરીસબર્ગ ડરબન માં હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણ આફ્રિકાની અડધા ઉપરની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને અહીં બેરોજગારીનો દર 32 ટકા છે. જેના કારણે અવારનવાર હિંસાની આડમાં લોકો લૂંટફાટ શરૂ કરી દેતા હોય છે.

જેથી આ હિંસા શરૂ થઈ તેના ગણતરીના સમયમાં સ્ટોર્સ અને શોપિંગ મોલ્સમાં લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી. સમગ્ર સાઉથ ગુજરાતમાંથી 50000 કરતા વધુ લોકો સાઉથ આફ્રિકાના આ વિસ્તારોમાં રહે છે. જેમાં સુરતના લોકોનો પણ સમાવેશ થાય છે .પરંતુ હાલ આ હિંસાના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

સુરત ના વતની અને છેલ્લા 10 વર્ષ થી સાઉથ આફ્રિકા ના પીટરમેરિસબર્ગ માં રહેતા મિહિર પટેલ જણાવે છે કે એક અઠવાડિયા થી હાલત ખૂબ જ ખરાબ થઈ છે .અહીં મોટાભાગના લોકો ગુજરાતી છે અને તેમના પર હુમલા ના બનાવો બની રહ્યા છે. શોપિંગ મોલમાં દુકાનનો માલ લેવા માટે લૂંટફાટ ચાલી રહી છે. સુરત માં રહેતા તેમના પરિવારજનો પણ ખૂબ ચિંતા કરી રહ્યા છે.અત્યારે હાલ અહીં લશ્કર પણ ઉતારી દેવામાં આવ્યું છે.

જો કે, સુરતમાં રહેતા પરિવારો હાલ સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી સંબંધીઓનો સંપર્ક કરી રહ્યા છે. કારણ કે કોરોનાના કારણે ફ્લાઇટ બંધ હોવાથી તેઓ પરત વતન પણ ફરી શકતા નથી.તેઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ મામલે દરમ્યાનગિરી કરીને ગુજરાતી અને ભારતના લોકોને કોઈ નુકશાન ન થાય તેની ખાતરી આપે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud