• સુરતમાંથી અનેક ખિલાડીઓએ વિશ્વ ફલક પર પોતાના નામનો ડંકો વગાડ્યો છે
  • સુરતના જીમનાસ્ટિક સાથે સંકળાયેલા દિપક કાબરાની જજ તરીકે પસંદગી થઈ
  • ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જીમનાસ્ટિકમાં જજ તરીકે પસંદગી પામનાર એકમાત્ર ભારતીય

WatchGujarat. સુરતના જીમનાસ્ટિક સાથે સંકળાયેલા દિપક કાબરાની જાપાનના પાટનગર ટોકીયોમાં ઓલમ્પિકમાં જજ તરીકે પસંદગી થઈ છે. ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જીમનાસ્ટિકમાં જજ તરીકે પસંદગી પામનાર એકમાત્ર ભારતીય છે.

સુરત શહેરનું નામ વિશ્વ ફલક પર ચમકે છે. સુરતમાંથી અનેક ખિલાડીઓએ વિશ્વ ફલક પર પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ત્યારે હવે જાપાનના પાટનગર ટોકીયોમાં ઓલમ્પિકમાં પણ સુરત શહેરનો ડંકો વાગવા જઈ રહ્યો છે. આગામી 23 જુલાઈથી જાપાનના પાટનગર ટોકીયોમાં ઓલમ્પિક શરૂ થઈ રહ્યું છે.  જેમાં સુરતના જીમનાસ્ટિક સાથે સંકળાયેલા દિપક કાબરાની જજ તરીકે પસંદગી થઈ છે. ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જીમનાસ્ટિકમાં જજ તરીકે પસંદગી પામનાર એકમાત્ર ભારતીય છે.

ઓલમ્પિકમાં રમવાનું સપનું હતું

સુરતમાં રહેતા અંને જીમનાસ્ટિક સાથે સંકળાયેલા દિપક કાબરાએ જણાવ્યું હતું કે દરેક ખેલાડીનું સપનું હોય છે ઓલમ્પિકમાં રમીને દેશ માટે ગોલ્ડ જીતવાનું. મારું પણ આ જ સપનું હતું. પરંતુ ઓલિમ્પિકમાં રમી ન શકવાનું દુઃખ છે. પણ હવે નિર્ણાયક તરીકે તેમની પસંદગી થતા એ વાતનું તેમને ગૌરવ અને આનંદ છે. તેઓ જીમનાસ્ટિકમાં જજ તરીકે કરકીર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. અને આ જ ક્ષેત્રમાં તેઓ આગળ વધતા ગયા હતા.

2017માં તેમણે ઇન્ટરનેશનલ પરીક્ષા આપી હતી

દીપક કાબરાએ જણાવ્યું હતું કે  જજ તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યા બાદ  2009માં તેમણે આ કામગીરી શરૂ કરી હતી અને  2017માં તેમણે ઇન્ટરનેશનલ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પાસ થતા તે ઇન્ટરનેશનલ જજ બન્યા હતા. ઓલિમ્પિકમાં જજ માટે સિલેક્શન થવા અંગે છેલ્લા 4 વર્ષ સુધી વિવિધ સ્પર્ધામાં જજ તરીકેનું પરફોર્મન્સ જોવાય છે. જીમનાસ્ટિકમાં દુનિયાભરમાંથી 50 જજ સિલેક્ટ થયા છે. જ્યારે ભારતમાંથી પહેલીવાર તેમની પસંદગી થઈ છે.

20થી વધુ ઇન્ટરનેશનલ જીમનાસ્ટિકમાં સ્પર્ધામાં જજની સેવા આપી

દિપક કાબરા અત્યારસુધી 20થી વધુ ઇન્ટરનેશનલ જીમનાસ્ટિકમાં સ્પર્ધામાં જજની સેવા આપી ચુક્યા છે. તેમણે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુથ ઓલમ્પિક સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી છે. દિપક કાબરા 5 વર્ષ સુધી ગુજરાતના સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યા છે. બાદમાં ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી હતી. તેઓ ઉમેરે છે કે ઇન્ડિયામાં સ્પોર્ટ્સની વેલ્યુ વધી રહી છે. જો ખેલાડી તરીકે નિષ્ફળ જાઓ તો પણ કોચ, એમ્પાયર, કૉમેન્ટ્રેટર, જજ, રેફરી તરીકે કારકિર્દી બનાવી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud