સુરતથી કાપડ બનીને ટોકિયો ઓલિમ્પિક સુધી પહોંચ્યું
ભારતીય ખેલાડીઓ સુરતમાં બનેલ ફેબ્રિકના સ્પોર્ટ્સ ડ્રેસ પહેરશે
તેની સાથે ચીનથી દર મહિને થતી 800 ટન કાપડની આયાત સંપૂર્ણપણે અટકી
સુરત શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે જોડાયેલા એકમોની સંખ્યા 55થી વધીને 115ને પાર થઈ
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભારતને આત્મનિર્ભર બનાવવાનું સપનું હવે સાચું થતું હોય તેમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા કેટલાક કાપડના પ્રોડક્ટની ભારતમાં ચીનથી આયાત કરવામાં આવતી હતી. પરંતુ હવે કાપડ ઉદ્યોગમાં બદલાવ આવ્યો છે. કાપડ ઉદ્યોગમાં સરુતે ચીનને પછાડી દીધુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્પોર્ટ્સની ઘણી ટોપની બ્રાન્ડ સ્પોર્ટ્સ વેર અને સ્પોર્ટ્સ એસેસરીઝ બનાવવા માટે મેડ ઇન સુરતનું ફેબ્રિક વાપરે છે. મહત્વનું છે કે હવે દેશના સ્પોર્ટ્સ સેક્ટરના ખેલાડીઓ પણ મેઇડ ઇન સુરતના કાપડનો ઉપયોગ કરતા થયા છે. આ સાથે સુરત શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે જોડાયેલા એકમોની સંખ્યા 55થી વધીને 115ને પાર થઈ છે.
ઉપરાંત મેડ ઈન સુરતના કાપડની માંગ વધી છે. ત્યારે એક જ વર્ષમાં સુરતના આ સેક્ટરે ચાઈના પર રહેલી નિર્ભરતા દૂર કરી લીધી છે. તમને જણાવી દઈએ કે પહેલા જે ચીનથી દર મહિને 800 ટન કાપડની આયાત કરવામાં આવતી હતી તે હવે સંપૂર્ણપણે અટકી છે. ઉલ્લેખનીય છે કે કોરોના પહેલાં આ સેક્ટરમાં ભારતનો સૌથી મોટો હરીફ ચીન હતું. પરંતુ સુરતે કાપડ ઉદ્યોગમાં ચીનને પછાળીને ઓલમ્પિક સુધી ની છલાંગ મારી છે.
મહત્વનુ છે કે સ્પોર્ટ્સ વેર, બેગ, શૂઝ, ટ્રેનની સીટ સહિતના સેક્ટરમાં વપરાતું સુરતનું કાપડ હવે ગાર્મેન્ટિંગ સેક્ટરમાં પણ પ્રથમ પસંદગીરૂપ બન્યું છે. નોંધનીય છે કે સુરતમાં બનતા કાપડમાંથી હવે આઈપીએલ તથા ટોકિયો ઓલિમ્પિક સહિતના વર્લ્ડ સ્પોર્ટ્સના ખેલાડીઓ માટે ડ્રેસ સ્પોર્ટ્સ વેર બનાવવામાં આવી રહ્યાં છે.
એક વર્ષ પહેલા સુરતમાં જ્યાં માંડ 15 મિલો સર્ક્યુલર નીટિંગ કાપડનું પ્રોસેસિંગ કરતી હતી. ત્યારે હવે 50થી વધુ મિલો સુરતમાં સર્ક્યુલર નીટિંગ કાપડનું પ્રોસેસિંગ કરે છે. તમને જણાવી દઈએ કે સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં ફેબ્રિક્સ બનાવવા માટે સ્પેન્ડેક્સ અને ટેક્સચ્યુરાઈઝિંગ યાર્નનો ઉપયોગ થાય છે. ઉલ્લેખનીય છે કે આ કાપડની માંગ વધવાના કારણે આ યાર્ન ઉત્પાદકો પાસે પણ ઉત્પાદનનું કામ વધી ગયું છે. મહત્વનું છે કે આજે સુરતનું કાપડ ઓલિમ્પિકમાં પણ વપરાઈ રહ્યું છે એ સુરત સાથે સાથે દેશ માટે ગૌરવની વાત છે.