બપોરના સમયે અચાનક આગ લાગતા એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોને જીવ તાળવે ચોંટ્યા હતા.
જીવ બચાવવા માટે રહીશો બારીમાંથી જીવના જોખમે બહાર નિકળ્યા અને પાઇપના સહારે બાજુના ફ્લેટમાં પહોંચ્યાં
ફાયર બ્રીગેડે સ્થળ પર પહોંચી મિટર પેટીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.
WatchGujarat સુરતના સગરામપુરા સ્થિત રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા અનુજ એપાર્ટમેન્ટમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. મિટર પેટીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉપર તરફ આવતા રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહિશો જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. લોકો બચવા માટે જીવ જોખમમાં મૂકીને બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં પહોંચ્યાં હતાં.
સુરતના સગરામપુરા સ્થિત આવેલા અનુજ એપાર્ટમેન્ટમાં દાદર પાસે આવેલી મીટર પેટીમાં અચાનક આગ લાગી હતી. મીટરપેટીમાં શોર્ટ સર્કીટમાં આગ લાગ્યા બાદ ધુમાડો નીકળ્યો હતો. અને ધુમાડો ઉપર સુધી ગયો હતો. જેથી એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. રહીશો ભયના માર્યા એપાર્ટમેન્ટની અગાસી પર પહોચી ગયા હતા.
https://youtu.be/jgAhu46gN-o
બીજી તરફ એક ફ્લેટના રહીશો એપાર્ટમેન્ટને અડીને આવેલા અન્ય એપાર્ટમેન્ટમાં જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતાં. દરમિયાન તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયર અધિકારી નીલેશભાઈએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. સ્થળ પર પહોંચી ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ગલી સાંકડી હોવાથી ફાયરના અધિકારીઓને હાલાકી પડી હતી. તેમજ આ ઘટનામાં કોઈ જાનહાની થવા પમી ન હતી. ડરના માર્યા બે થી ત્રણ લોકો જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. જયારે અન્ય લોકો અગાસી પર પહોચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.