• બે દિવસથી મિત્રને આપઘાત કરી લેવાની વાત કર્યા બાદ લટકતી લાશ મળી
  • યુવકે માતા સાથે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

WatchGujarat શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા માતા અને પુત્રએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પુત્રનો મિત્ર ઘરે પહોચ્યો હતો. જ્યાં ધરનો દરવાજો ન ખોલતા તેને શંકા ગયી હતી. અને આખરે દરવાજો તોડી ઘરમાં તપાસ કરતા માતા અને પુત્રની લટકતી હાલતમાં લાશ મળી આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સુરતના પીપલોદના મિલેનો હાઈટ્સમાં રહેતા ૩૭ વર્ષીય મહર્ષ પરેશભાઈ પારેખ તેમની ૫૬ વર્ષીય માતા ભારતીબેન પારેખ અને પત્ની તેમજ એક ૫ વર્ષના પુત્ર સાથે રહે છે. ગતરોજ સાંજે મહર્ષે અને તેની માતાએ ઘરમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસ શરુ કરી છે. મુતકના મિત્ર ફેનીલે જણાવ્યું હતું કે, સોમવારે તેણે મહર્ષને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી સાંજે તે તેના ઘરે ગયો હતો. ઘરે જઈ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી તેને શંકા જતા આસપાસ પડોશીની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં મહર્ષ અને તેની માતા ભારતીબેન લટકતી હાલતમાં જોવા મળી આવ્યા હતા.

મહર્ષ પત્નીને ૧૫ દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો

મૃતક મહર્ષ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. મહર્ષ એકના એક પાંચ વર્ષના પુત્ર અને તેની પત્નીને 15 દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો. રૂપિયાની મેટર શોર્ટ આઉટ થઈ જાય પછી લઈ જઈશ એમ પત્નીને કહ્યું હતું. મહર્ષના પિતાનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું. મહર્ષ બે દિવસથી આપઘાત કરી લેવાની વાત કરતો હતો.સોમવારે ફેનિલએ મહર્ષને ફોન કર્યો હતો. પરંતુ મહર્ષે ન ઉપાડતા ઘરે ગયો હતો. દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ન ખોલતાં શંકા ગઈ અને દરવાજો તોડ્યો હતો. માતા-પુત્ર પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં.

બદનામીના ડરથી આપઘાત કર્યાનું અનુમાન

મહર્ષ અને તેના મિત્રો અને સંબંધીઓ પર ત્રણ-ચાર દિવસ પહેલા કોઈ કંપનીના મેસેજ ગયા હતા. પૈસા ને લઈને., લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બે કલાક ફેનિલે સમજાવ્યો હતો. હું મરી જઈશ પછી માતાનું શુ થશે એવો વિચાર આવતા પુત્રએ માતા સાથે આપઘાત કરી લેધો હોવાનું અનુમાન વ્યક્ત કરાય છે.

બેંકનું દેવું હતું

તપાસ અધિકારી PSI પરાગ ડાવરાએ જણાવ્યું હતું કે, મરનારનું બાલાજી રોડ પર મકાન હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. પૈસાનું દેવું વધી જતાં બેંકવાળા ફોન કરી ઉઘરાણી કરતા હતાં. હાલ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud