સુરતના જાણીતા ડુમસ બીચ પર પ્રથમ વખત કાર તરતી દેખાતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું
સ્થાનિકોના મતે કાર કેટલાય સમયથી આ સ્થિતીમાં આ કાર જોવા મળી રહી છે
ડ્રાયવર સાઇડનો કાચ તુટેલો અને છત બેસેલી જોવા મળતા અકસ્માત થયાની શંકા સેવાઇ રહી છે
Watchgujarat. સુરતનો ડુમસ બીચ હરવા ફરવા માટે જાણીતો છે. સામાન્ય દિવસોમાં બીચ પર સુરતીઓની અવર જવર મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ હાલમાં આ બીચ કોરોનાના કારણે સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. તેવામાં ડુમસ બીચ પર દરિયામાં વચ્ચો વચ્ચ તરી રહેલી કાળા રંગની ઇનોવા કારે લોકોમાં કુતુહલ ઉભું કર્યું છે. ડુમસના દરિયાના પાણીમાં તરી રહેલી આ કાર અહીં પહોંચી કેવી રીતે એ અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
https://youtu.be/2ykvOZyQBqo
છેલ્લા ઘણા દિવસોથી ડુમસ બીચની વચ્ચે તરી રહેલી આ ઇનોવા કાર કોની છે તેની જાણકારી મળી નથી. જીજે05-જેસી-9985 નંબરની આ કાળા રંગની ઇનોવા ગાડી તરી રહી છે. અને જેને કારણે અહિંયા આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોમાં માણસોથી ઉભરાતા બીચ પર અચાનક તરતી હાલતમાં કાર જોવા મળવાને કારણે લોકો અનેક પ્રકારે અનુમાન લગાડી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી આ કાર બીચની અંદર છે. શંકાસ્પદ હાલતમાં આ કારના ડ્રાઇવર તરફનો કાચ તૂટેલો છે. છતનું પતરું બેસેલું છે. કારનો માલિક કોણ છે તેની જાણકારી હજી મળી નથી.
હાલ આ બીચ તો સહેલાણીઓની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. તેવા સમયે આ કાળા રંગની કાર બીચ પર કેવી રીતે પહોંચી તે અંગે ડુમસ ગામના રહીશોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો ડુમસ પોલીસ કારનો કબજો મેળવીને જો ગાડી નંબરના આધારે વાહન માલિકનો પત્તો મેળવે તો માહિતી બહાર આવી શકે તેમ છે. આ ગાડી ડુમસ બીચની વચ્ચે કેવી રીતે આવી તેના પણ રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના જાણીતા ડુમસ બીચ પર તરતી હાલતમાં જોવા મળતી કારનો આગળનો કાચ તુટેલો છે. એટલું જ નહિ કારનો ઉપરનો ભાગ છુંદાઇ ગયેલો જોવા મળી રહ્યો છે. જેને કારણે કારનો અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે જો પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ થકે તેમ છે.