• કોરોના અંગે લોકજગૃતિ વધારવા માટેનો અનોખો પ્રયાસ
  • કોરોના એટલે શું?, કોરોના ના વેરિયન્ટ અને મ્યુન્ટ શું છે ? કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે ? કોરોના થી બચવા શુ કરવુ ? સહિતની માહિતી ભણાવશે
  • ગુજરાતમાં કોરોનાને પહેલો કેસ અને કોરોનાથી પ્રથમ મૃત્યુ સુરતમાં જ નોંધાયો હતો

WatchGujarat. હવે આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે, કોરોના કાયમી રહેવાનો છે તે સૌ કોઈ કહી રહ્યા છે ત્યારે સુરત મનપાએ એક અનોખી પહેલ કરી છે જેમાં શાળામાં ભણતા બાળકો ને કોરોના ની જાણકારી હવે અભ્યાસક્રમમાં મળી શકશે. ગુજરાતમાં સુરતમાં પ્રથમ વખત કોરોના પર ખાસ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાએ કોરોના અંગે જનજાગૃતિ વધે એ હેતુ થી કોરોનાની મૂળભૂત જાણકારી તેમજ કોરોનાથી બચવાના ઉપાય સહિતની તમામ માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તેવું આયોજન હાથ ધર્યું છે. હાલ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ની શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ને આ અભ્યાસક્રમ શીખવવામાં આવશે, જેનો હેતુ કોરોના અંગે તમામ જાણકારી અને જાગૃતિ નો છે. દરેક શાળામાં આ અભ્યાસક્રમ નો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

સુરત મનપા ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા છે જે કોરોના નો અભ્યાસક્રમ ફરજીયાત કરવા જઈ રહી છે. કોરોના ના આ અભ્યાસક્રમ માં કોરોના એટલે શું?, કોરોના ના વેરિયન્ટ અને મ્યુન્ટ શું છે ? કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે ? કોરોના થી બચવા શુ કરવુ ? કોરોના માં સ્ટીરોઇડ અપાય તો શું આડ અસર થાય ? કોરોના નો ચેપ અટકાવવા શુ કરવું?  વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાને પહેલો કેસ અને કોરોનાથી પ્રથમ મૃત્યુ સુરતમાં જ નોંધાયો હતો. કોરોનાની પહેલી કરતા બીજી અસર વધુ ઘાતક રહી હતી. તેમ છતાં કોરોનાને કાબુમાં કરવા પાલિકાની માઈક્રો મેનેજમેન્ટની કામગીરી સૌથી વધુ અસરકારક રહી હતી. ત્યારે હવે શાળાના વિદ્યાર્થીઓ માટે કોરોનાનો આ કોર્સ મદદરૂપ સાબિત થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud