- છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોસ જોવા મળ્યો
- સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરા કેદ થઇ
WatchGujarat સુરતના વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રાત્રી દરમિયાન અસમાજિક તત્વો પત્થર મારી ગાડીમાં તોડફોડ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોસ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા જેમાં એક શખ્સ તોડફોડ કરતા નજરે ચડ્યો હતો. Surat
#Surat – વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક : રાત્રી દરમિયાન પત્થર મારી ગાડીઓમાં તોડફોડ, જુઓ VIDEO
— Watch Gujarat (@WatchGujarat) December 28, 2020
છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોસ જોવા મળ્યો
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરા કેદ થઇ #WatchGujarat pic.twitter.com/VrQyaordZs
સુરતના વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રાત્રી દરમિયાન અસમાજિક તત્વો પત્થર મારી ગાડીમાં તોડફોડ કરતા હતા. જેમાં એક શખ્સ રાત્રી સમયે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરે છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનના સતત બનતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં રોષના પગલે વાહનોમાં તોડ ફોડ કરતા શખ્સને પકડી પાડવા માંગતા હતા. ત્યારે સ્થાનિકોએ આ સમગ્ર ઘટના અંગે નજીકમાં સ્થાનિકોમાં રોષ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી.#Surat
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરા કેદ થઇ હતી. જેમાં જોવા મળ્યું હતું કે, એક શખ્સ રાત્રીના સમયે રેકી કરે છે. અને બાદમાં ત્યાં પાર્ક વાહનોમાં પત્થરમારી વાહનોમાં નુકશાન પહોચાડી રહ્યો છે. તેમજ વાહનોની સીટ ફાડી પેટ્રોલ ચોરી કરવામાં આવતી હોવાની વાત પણ ઉઠવા પામી છે. વધુમાં આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે. જેને લઈને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરુ કરવામાં આવી છે.