ગતરોજ કોઈ સાથે ઝગડો થયો હોવાથી તે ડીપ્રેશનમાં હતી અને તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા
હાલ આ મામલે પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ હાથ ધરી
WatchGujarat શહેરના સરથાણા વિસ્તાર સ્થિત અવધ વાઇસરોય શોપિંગ સેન્ટરમાં આવેલા મસાજ પાર્લરમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
સુરતના સરથાણા સ્થિત અવધ વાઇસરોય શોપિંગ સેન્ટર આવેલું છે. શોપિંગ સેન્ટરના બીજા માળે સ્પા મસાજ પાર્લર સંચાલક અને ત્યાં જ કામ કરતી યુવતીની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં મૃતક યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ તે સ્પા મસાજ પાર્લેરમાં કામ કરતી હતી. ગતરોજ કોઈ સાથે ઝગડો થયો હોવાથી તે ડીપ્રેશનમાં હતી અને તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ જાગી છે.
જો કે હાલ આ મામલે પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને શોપિંગ સેન્ટરમાં ચકચાર મચી જવા પામી છે
ડુમસ રોડ પરથી પણ સ્પામાં કામ કરતી મહિલાની કરાઈ હતી હત્યા
ગત 6 સપ્ટેમ્બરના રોજ મગદલ્લા રોડ પર આવેલા ઘરમાંથી સ્પા ગર્લ વનીડા બુરસોની લાશ મળી આવી હતી જેની હત્યા તેની જ પાર્ટનર એડાએ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને હાલ તે લાજપોર જેલમાં છે.
થોડા દિવસો અગાઉ સરથાણામાં પણ લોકોએ તોડફોડ કરી હતી
સુરતના સરથાણા ખાતે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સના સ્પાની આડમાં દેહ વિક્રેયનો ધંધો થતો હોવાની વાતને લઈને લોકોએ તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો અને અંદાજીત 15 દિવસ પહેલા પોલીસે ત્યાંથી એક કુટણ ખાનું પણ ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી હતી