• સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી
  • કારીગરોને પગાર કરવાનો હોવાથી અંદાજીત 8.50 લાખ બેંકમાંથી ઉપાડી ઘરે જવા માટે નીકળ્યા હતા

WatchGujarat સુરતના કતારગામ આંબાતલાવડી પાસે એમ્બ્રોડરી કારખાનેદાર પાસેથી બાઈક સવાર ત્રણ ઈસમો માત્ર 10 સેકન્ડમાં જ અંદાજીત 8.50લાખ ભરેલી બેગ ઝુટવી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં સીંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતમાં દિવસે ને દિવસે મોબાઈલ અને ચેઈન સ્નેચીગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરતના સીંગણપોર વિસ્તારમાં 8.50 લાખ ભરેલી બેગની ચીલઝડપની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એમ્બ્રોડરી ઉઘોગ સાથે સંકળાયેલા કરમસિહભાઈ કારીગરોને પગાર કરવાનો હોવાથી અંદાજીત 8.50 લાખ બેંકમાંથી ઉપાડી ઘરે જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન રૂપિયા ભરેલી બેગ લઈને પોતાની બાઈક પર સીંગણપોર આંબાતલાવડી પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ નબર પ્લેટ વગરની બાઈક પર આવેલા ત્રણ ઈસમો માત્ર 10 સેકન્ડની અંદર જ તેઓને રોકી તેઓની પાસે રહેલી બેગ ઝુટવી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ ગયા હતા. ભરબપોરે બનેલી ચીલઝડપની આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી જવા પામી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક સવાર ઈસમો પલભરમાં કારખાનેદાર પાસેથી રોકડ ભરેલી બેગ ઝુટવી ફરાર થઇ ગયા હતા. ચીલઝડપના આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કરમસિહભાઈની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસ દ્વારા હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud