• સુરતના કપોદ્રાના હીરા વેપારીને થયો કડવો અનુભવ
  • માવો ખાવા જતા ડીકીમાંથી લાખોની કિંમતના હીરા સાથેનું એક્ટીવા ચોરી ગયો
  • કાળો રેઇનકોટ પહેરી એક અજાણ્યો એક્ટીવા ડુપ્લીકેટ ચાવીથી ખોલી કે લોક તોડી ગયો

WatchGujarat. સુરતના કાપોદ્રા કારગીલ ચોક વિસ્તારમાં હીરા વેપારી સાંજે પોતાની હીરાની ઓફિસ સામે એક્ટીવા પાર્ક કરી હીરા વેપારી મિત્રના હીરાના કારખાનામાં કારીગરને માવો આપવા ગયા હતા ત્યારે રેઈનકોટ પહેરી આવેલો અજાણ્યો ગણતરીની ક્ષણોમાં હીરા વેપારીનું રૂ.30 લાખના હીરા અને રોકડા રૂ.1.16 લાખ સાથેનું એક્ટીવા લઈ ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે

મૂળ ભાવનગરના જેસરના ઉગલવાણના વતની અને સુરતના પુણા બુટભવાની રોડ કૈલાશધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પરેશભાઈ ભુપતભાઇ દુધાત વરાછા મિનીબજારમાં સાગર ડાયમંડમાં ટેબલ પર બેસી હીરા લે-વેચનું કામ કરે છે. અને તેની સાથે કાપોદ્રા જવાહરનગર રોડ સાંઈનાથ સોસાયટી મકાન નં.59 માં ત્રણ કારીગરો રાખી હીરાની એક ઘંટી ચલાવે છે. તેમજ કારગીલ ચોક પાસે જય સરદાર સ્કૂલની સામે નારાયણનગર સોસાયટી ઈ-14 માં ઓફિસ ધરાવે છે.

પરેશભાઈ એક મહિના અગાઉ ખરીદેલા રૂ.30 લાખની કિંમતના 12 કેરેટ હીરા અને હીરા વેચાણના રોકડા રૂ.1.16 લાખ  પાકીટમાં મૂકી અને તે પાકીટ પોતાના એક્ટીવા ની ડીકીમાં મૂકી સાંજે 4.45 કલાકે નારાયણનગરની ઓફિસે આવ્યા હતા. એક્ટીવા ઓફિસ સામે પાર્ક કરી પરેશભાઈ સામેના ભાગે આવેલા મિત્ર પ્રવિણભાઇ ઝાલાવડીયાના કારખાનામાં કારીગરને માવો આપવા ગયા હતા. દોઢ મિનિટ બાદ તે ઓફિસેથી આવ્યા ત્યારે ત્યાં સામે પાર્ક કરેલું એક્ટીવા નજરે નહીં ચઢતા આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા જેમાં કાળો રેઇનકોટ પહેરી એક અજાણ્યો એક્ટીવા ડુપ્લીકેટ ચાવીથી ખોલી કે લોક તોડી લઈને જતો નજરે ચઢ્યો હતો.

મોપેડમાં રૂ.30 લાખના હીરા અને રોકડા રૂ.1.16 લાખ હતા

રૂ.30 લાખના હીરા અને રોકડા રૂ.1.16 લાખ સાથેના એક્ટીવાની ચોરી થતા પરેશભાઈએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે પરેશભાઈની ફરિયાદના આધારે રેઈનકોટ પહેરેલા અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં મોપેડની ચોરી કરનારા ઈસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud