• સુરતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે
  • સોમવારે સવારે વળાંક લેવા જતા કારનું ટાયર ફાટ્યું
  • કારનું ટાયર ફાટતા આગળ દોડી રહેલી બે કાર સાથે કાર અથડાઈ
  • રવિવારની રજા માણીને સોમવારે નોકરી પર જતા લોકોને નડ્યો ટ્રાફિક જામ

WatchGujarat. સુરતના વી.આઈ.પી. રોડ પર એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટતા એક કાર અન્ય ત્રણ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

સુરતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના વેસુ વી.આઈ.પી.રોડ પર જીજેપ આરબી 3677 નબરની કાર પસાર થઇ રહી હતી તે વેળાએ અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. જેને લઈને ડ્રાઈવરે સ્યેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારનું ટાયર ફાટતા આગળ દોડી રહેલી બે કાર સાથે કાર અથડાઈ હતી. જેને લઈને અહી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ ઉપરંત એક કાર ડીવાઈડર સાથે પણ અથડાઈ હતી. જેને લઈને ત્રણેય કારોમાં ભારે નુકશાન થયું હતું

સદનસીબે કોઈ જાનહાની નહિ 

અક્સ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત સર્જાતા અહી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ટ્રાફિક સમસ્યા બાબતે ગૃહમંત્રીને રજૂઆત

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યના ગૃહમંત્રી સુરતની મુલાકાતે હતા ત્યારે સાંસદો અને ધારાસભ્યો એ ટ્રાફિકની સમસ્યા બાબતે પ્રદિપસિંહ જાડેજા ને રજૂઆત કરી હતી.શહેરના એવા કેટલાક માર્ગો છે જ્યાં કાયમ જ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે અને ટ્રાફિક પોલીસ પોતાના કામનું ભારણ ઓછું કરવા માટે રસ્તાઓને ડાયવર્ઝન કરીને છટકબારી શોધી લેતા હોય છે.સુરતના રસ્તાઓ પર નાનકડો પણ એકસીડન્ટ થાય તો તરત જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે પરંતુ સુરત ટ્રાફિક પોલીસે લોકોને આ ટ્રાફિક સમસ્યા માંથી કઈ રીતે રાહત આપી શકાય તેનું નિવારણ હજુ સુધી શોધી નથી શકી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud