• બુધવારના રોજ ઉધના, પુણા, કતારગામ અને વેસુ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બની હતી
  • KTM સ્પોર્ટ્સ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ્યારે પાછળ સવાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યા

WatchGujarat સુરતમાં બુધવાર ગોજારો રહયો હતો. સુરતમાં આજે ઉધના, પુણા, કતારગામ અને વેસુ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ત્યારે સાંજે વધુ એક અકસ્માતની ઘટના બની છે. વેસુ વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સવાર ઈસમોનું મોત નીપજ્યું હતું.

સુરતના પીપલોદ વિસ્તારમાં KTM સ્પોર્ટ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે મૃતક યુવકના અંગો રોડ પર જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કારને પણ નુકશાન થયું હતું અને કાર ચાલકને પણ ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

KTM સ્પોર્ટ્સ બાઇક નંબર પ્લેટ વગરની હતી

સુરતના અડાજણ વિસ્તારના રહેવાસી અને શેરડીના રસની લારી ચલાવતા પિતાનો પુત્ર હર્ષ અને પ્રવીણ શિલ્પી નંબર પ્લેટ વગરની KTM સ્પોર્ટ્સ બાઇક લઈને પીપલોદ રોડ પર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી કાર ડસ્ટર કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર પછડાતા હર્ષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે આ અકસ્માતની ઘટનાને લઈને બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઈને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગયી હતી.

સ્પોર્ટ્સ બાઈકર્સ ગેંગનો આંતક રહે છે

સુરતના પીપલોડ થી ડુમસ રોડ સુધી બાઈકર્સ ગેગનો આતંક રહે છે. અહીં બાઈકર્સ સ્પોર્ટસ બાઇક લઈને ફૂલ સ્પીડમાં બાઇક ચલાવે છે અને સ્ટંટ કરે છે. જેને લઈને ભૂતકાળમાં પણ આ પ્રકારના અકસ્માતો બની ચુક્યા છે. ત્યારે ફરી એક વખત અકસ્માતની આ ઘટના સામે આવી છે. જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે અહીં સ્પીડ લિમિટને લઈને પોલીસ નક્કર કાર્યવાહી કરે અને પેટ્રોલિંગ વધારે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud