• શો રૂમમાં ઘૂસી બંને લૂંટારૂઓએ ગન બતાવી હાજર યુવકને ધમાકાવ્યો.
  • ફાયરિંગ કરી લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
  • ફાયરિંગ વિથ લૂંટની ઘટનાની જાણ થતા પોલીસ કોફલો દોડી આવ્યો

WatchGujarat સુરતમાં વધુ એક લુંટની ઘટના બની છે. પુણા સ્થિત ભૈયા નગરમાં આવેલી ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના શો રૂમમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક ઈસમને ઈજા થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને નાકાબંધી કરી લૂંટારૂઓની ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, ફાયરીંગ વિથ લુંટની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

સુરતમાં રોજ બરોજ ગુનાખોરી વધી રહી છે. થોડા દિવસો અગાઉ રામપુરા પેટ્રોલ પંપ પાસે ૧૯ લાખની લુંટની ઘટના બની હતી. ત્યારે આજે ફરી એક વખત લુંટની ઘટના સામે આવી છે. સુરતના પુણા સ્થિત ભૈયા નગરમાં ભાગ્યલક્ષ્મી જવેલર્સનો શો રૂમ આવેલો છે. આજ રોજ સવારથી દુકાનમાં લોકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાઈક પર બે ઈસમો હાથમાં રિવોલ્વર લઈને ધસી આવ્યા હતા. ત્યારબાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા હતા. ફાયરીંગ વિથ લુંટની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને આ મામલે તપાસ શરુ કરી છે. લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ લુંટની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જ્વેલર્સના શો રૂમમાં બાઈક પર આવેલા મોઢે માસ્ક પહેરેલા બે ઈસમો ઘૂસી આવે છે. ત્યારબાદ હાજર યુવકને બંને ઈસમો ગન બતાવી ધમકાવે છે. દુકાનમાં આમ તેમ નજર કર્યા બાદ તે રિવોલ્વર કાઢે અને બાદમાં રિવોલ્વર બતાવી જવેલર્સમાં રહેલું કાળા કલરનું બેગ લઈને ફરાર થઇ જાય છે. બંને લૂટારૂ પૈકી એક લૂંટારૂ જતા જતા શા રૂમમાં હાજર યુવકના પગમાં ગોળી મારે છે. ત્યારબાદ બંને લૂટારી ફરાર થઈ જાય છે. ઈજાગ્રસ્ત યુવક પીછો કરતો પણ સીસીટીવીમાં નજરે પડે છે. જો કે કેટલા રૂપિયાની લુંટ થઇ છે તે હજુ સતાવાર બહાર નથી આવ્યું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

કોઈ જાણભેદુ હોવાની આશકા

જવેલર્સમાં જે પ્રકારે આવી આરોપી ઘટનાને અંજામ આપે છે તે હિસાબે કોઈ જાણભેદુ હોવાની આંશકા છે. કારણ કે તે સીધો જ કાઉન્ટર પરથી કુદીને ત્યાં રહેલી બેગ લઈને પલભરમાં ફરાર થઇ જાય છે. જો કે હાલ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અને પોલીસે જવેલર્સના માલિકની ફરિયાદ લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud