પોલીસે રૂ, 3.22 લાખની વિવિધ બ્રાન્ડ ની સિગારેટો તથા તમાકુના પેકેટો કબ્જે કર્યા
બંને તસ્કરો સિગારેટ-તમાકુનું એક બોક્સ ચોરે તો તેમાં અંદાજીત રૂ.40 થી 50 હજારનો માલ હોય તે જાણતા હતા
પોલીસે 3.22 લાખની સિગારેટો તથા તમાકુ, એક મોપેડ બે મોબાઈલ અને રોકડ મળી કુલ 4.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
WatchGujarat સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લાખોની કિમતના સિગરેટ અને તમાકુની ચોરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે 4.02 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ શહેર વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ૧૦ ગુનાના ભેદ ઉકેલાયો છે. કપડાં-મોબાઈલ ફોનનો શોખ પૂરો કરવા સિગરેટ અને તમાકુની ચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ટેમ્પો, દુકાન અને ગાડીઓમાંથી સિગરેટ અને તમાકુના પાર્સલની ચોરી થઇ રહી હતી. આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોધાઇ રહી હતી. દરમિયાન ડીસીબી પોલીસને સફળતા મળી હતી અને સિગરેટ અને તમાકુના પાર્સલની ચોરી કરતા બે આરોપીને પકડી પાડ્યા છે. ડીસીબી પોલીસે સીંગણપોર કોઝવે રોડ પરથી કતારગામ કંતારેશ્વર સોસાયટીમાં રહેતા મયુર વલ્લભભાઈ શામજીભાઈ રાઠોડ અને કતારગામની રમણનગર સોસાયટીમાં રહેતા દર્શન રમેશભાઈ ઉનાગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને તસ્કરો પાસેથી રૂ. 3.22 લાખની મતાની 3 માસમાં ચોરી કરેલ વિવિધ બ્રાન્ડની સિગારેટો તથા તમાકુના પેકેટો, એક મોપેડ બે મોબાઈલ અને રોકડ રૂપિયા 25 હજાર મળી કુલ 4.02 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે બંને ની ધરપકડ કર્યા બાદ પુછપરછ હાથ ધરતા ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં સિગારેટ-તમાકુના હોલસેલ વેપારીને ત્યાં દર્શન પહેલા નોકરી કરતો હતો. જેથી તે જાણતો હતો કે, સિગારેટ-તમાકુનું એક બોક્સ ચોરે તો તેમાં અંદાજીત રૂ.40 થી 50 હજારનો માલ હોય છે. તેમજ તમાકુ સિગરેટના બોક્સની સરળતાથી ચોરી થઇ શકે તેમ હતું અને તેને વેચતા સહેલાઈથી રોકડ મળે તે જાણતો હોવાથી ચોરી કરતા હતા. આ ઉપરાંત ચોરેલો માલ વેચી પોતાનો મોંઘા દાટ કપડાં-મોબાઈલ ફોનનો શોખ પૂરો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
તમાકુ અને સિગારેટના પેકેટની ચોરીના 10 ગુનાના ભેદ ઉકેલાયા
ડીસીબી પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે ઉમરા, રાંદેર, અડાજણ, અમરોલી, કાપોદ્રા, ખટોદરા અઠવા અને વરાછા વિસ્તારમાં તમાકુ અને સિગારેટના પેકેટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી સુરતના પોલીસ મઠકમાં નોંધાયેલા 10 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા.
શું હતી મોડેસ ઓપરેન્ડી
આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ રેકી કરી કાર, ટેમ્પા, રીક્ષા તેમજ મોટર સાયકલ પર ડીલવરી કરવા જતા વેપારીઓની નજર ચૂકવી કારનો કાચ ખોલી અથવા તોડી સિગારેટ, તમાકુના પેકેટની ચોરી કરતા હતા.
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ઝડપાયેલો આરોપી મયુર રાઠોડ અમદાવાદ,ગાંધીનગર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો છે. તેમજ સુરત લાજપોર જેલમાં વર્ષ ૨૦૨૦માં પાસા હેઠળ પણ ધકેલાયો છે. જયારે અન્ય આરોપી દર્શન ઉનાગર અગાઉ સુરત, ગાંધીનગર અને અમદાવાદ મળી કુલ ૭ ગુનામાં ઝડપાયો હતો અને કચ્છ ભુજ જેલ ખાતે વર્ષ 2020માં પાસા હેઠળ પણ ધકેલાયો હતો.