• સચિન વિસ્તારના નંદી ફળિયામાં રહેતો યુવક ગત રાત્રીએ તેના મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો
  • બીજી સોસાયટી પાસે ઉભા રહેતા અન્ય યુવકે કહ્યું કે, તમે બધા અહીંયા કેમ ઊભા છો અહીંથી જતા રહો  નાહી તો માર પડશે
  • જોત જોતામાં બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારા મારી શરૂ થઇ ગઇ હતી
  • આખરે સચિન પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો

WatchGujarat. સુરતના સચિન વિસ્તારમાં આવેલા લાજપોર ગામમાં સોસાયટીના ગેટ પર ઊભા રહેવાના નજીવી બાબતે બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી સોસાયટીના ગેટ પર કેમ ઊભા છો અહીંથી જતા રહો નહીં તો માર પડશે તેવું કહેતા મામલો બિચક્યો હતો. આ મામલે સચિન પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખો મામલો થાળે પાડી ને બંને પક્ષોની મારામારી કરવા બાબતે ધરપકડ કરી હતી.

સચિન વિસ્તારમાં આવેલા લાજપોર ગામમાં ગઈકાલે રાત્રે નંદી ફળિયામાં રહેતો ગોવિંદ પટેલ તેના મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો ચાલતા ચાલતા તેઓ લાજપોર ગામમાં આવેલા પામ જુમેરા સોસાયટીની ગેટની બહાર થોડાક સમય માટે ઊભા રહ્યા હતા. જ્યાં પામ જુમેરા સોસાયટીમાંથી અફઝલ ખાન પઠાણ નામનો વ્યક્તિ બહાર આવીને ગોવિંદ પટેલ અને તેના મિત્રોને ધમકી આપતા કહ્યું હતું કે તમે બધા અહીંયા કેમ ઊભા છો અહીંથી જતા રહો  નાહી તો માર પડશે.

ગોવિંદ પટેલ અને તેના મિત્રો દ્વારા અફઝલ પઠાન અને કહેવામાં આવ્યું કે, અમે સોસાયટીના ગેટની બહાર જાહેર માર્ગ પર છીએ અને ઘરે જઈ રહ્યા છે પરંતુ અફઝલ પઠાને તેમણે કહ્યું હતું કે તમે તાત્કાલિક અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ.પઠાની આ વાત સાંભળી ગોવિંદ પટેલ અને તેના મિત્રો રોષે ભરાયા હતા.અને અફઝલ પઠાન સાથે ગાળ ગાળી થઈ હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અફઝલ પઠાને પામ જુમેરા સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિઓને બોલ આવ્યું હતું. સોસાયટીમાંથી બે ત્રણ ઈસમો હાથમાં ફટકા બેટ અને તલવાર લઈને બહાર નીકળ્યા હતા. બાદમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, બંને પક્ષોના હાથમાં તલવાર ફટકા અને બેટ જોઈ શકાય છે. સોસાયટીના ગેટ પર શરૂ થયેલી મારામારી સોસાયટીના અંદર સુધી પહોંચી ગઈ હતી. અને ત્યાં પણ મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ ઘટના સ્થળે કાફલા સાથે દોડી આવી હતી અને મામલો થાળે પડી ને બંને પક્ષો સામે મારા મારી નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud