• સુરતમાં એક જ દિવસમાં ચોરીની બે ઘટનાના વિડીયો સામે આવ્યા
  • એક ઘટનામાં પરિવાર ઘરમાં સુઇ રહ્યો હતો, અને બીજી ઘટનામાં મોબાઇલ ચોરી કરી
  • એક દિવસમાં અલગ અલગ ઘટનાઓ સામે આવતા પોલીસના કાયદો અને વ્યવસ્થાના દાવા પર સવાલો ઉઠવા પામ્યા છે

Watchgujarat. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શ્રીરામ કુટીર સોસાયટીમાં આવેલા ઘરમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં પ્રવેશી એક ઇસમ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

ઘરમાં ઘુસી ગણતરીના મીનીટોમાં ચોરે હાથફેરો કર્યો

સુરતમાં ઘરમાં ઘુસી મોબાઈલ ચોરી કરતી ગેંગ સર્કીય થઇ છે. અને આ ગેંગ ઘરમાં ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીરામ કુટીરમાં ઘરમાંથી એક મોબાઈલ ચોરી થવાની ઘટના સામે આવી છે. ઘરમાં યુવક નિંદ્રા માણી રહ્યો હતો તે વેળાએ એક ઇસમ ઘરમાં પ્રવેશે છે અને બાદમાં તકનો લાભ લઇ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે.

ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે યુવક ઘરમાં ઘુસી ગણતરીની મીનીટોમાં મોબાઈલ ફોનની ચોરી કરે છે. આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. અને પોલીસ આવા તસ્કરો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

પાંડેસરામાં પણ લુટની ઘટના સામે આવી હતી

શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ અને ચેઈન સ્નેચરો સહીત ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક તરફ સુરતમાં 9 વાગ્યા બાદ કફર્યુ અમલમાં છે. તો બીજી તરફ કફર્યુના સમયમાં પણ ગુનેગારો ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેકી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના પાંડેસરા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક પાસે એક કારીગર નિંદ્રા માણી રહ્યો હતો. તે વેળાએ રાતે 11 વાગ્યા બાદ બાઈક પર ચાર ઈસમો ત્યાં આવી પહોચ્યા હતા.

જે પૈકી એક ઇસમ નીચે ઉતર્યો હતો અને સુતેલા કારીગરને ચપ્પુ બતાવી તેની પાસેથી એક મોબાઈલ ફોનની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. ગત 2 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ પોલીસ આવા ગુનેગારો સામે કડક પગલા ભરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud