• સુરતમાં સંસ્થા દ્વારા વૈદિક રાખડી તૈયાર કરવામાં આવી
  • વૈદિક રાખડીથી મોબાઇલમાંથી નિકળતા રેડીએશનની અસર ઘટાડવાનો દાવો
  • ગાયના છાણમાંથી બનેલી રાખડી થી મોબાઇલના રેડિયેશન થી બચી શકાય છે – રાખડી ના વિક્રેતા વિજય અગ્રવાલ

WatchGujarat. અત્યાર સુધી તમે બજારમાં છાણ માંથી બનેલા ઇકો ફ્રેન્ડલી દીવા અને ઇકો ફ્રેન્ડલી સ્ટીક કે છાણ આધારિત અન્ય પ્રોડક્ટ જોઈ હશે ,પરંતુ હવે તમને બજારમાં છાણ માંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે. સુરત માં આ વખતે ગૌ સંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણ માંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજાર માં મુકવામાં આવી છે.જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.તો બીજી તરફ આ રાખડીઓ થકી આદિવાસી મહિલાઓ ને રોજગારી મળી રહે છે.

છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓના વપરાશ નું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ ગાયના છાણનો ઉપયોગ કરીને વિવિધ ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ દીવાઓ અને હોળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તો બીજી તરફ ગાય આધારિત ખેતી પણ વધી છે. જેના કારણે ગાય માતાનું મહત્વ તો સચવાયુ જ છે. સાથે સાથે લોકો માં ઇકોફ્રેન્ડલી અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લગાવ પણ વધ્યો છે અને તેમાં પણ આ વખતે છાણ માંથી બનાવામાં ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજાર માં હાલ આકર્ષણ જમાવી રહી છે.

વૈદિક રાખડી ના ફાયદાઓ

આ બાબતે રાખી ના વિક્રેતા વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે ગાયના છાણમાંથી બનેલી રાખડી થી મોબાઇલના રેડિયેશન થી બચી શકાય છે તેમના જણાવ્યા પ્રમાણે આજના 4G અને 5G ના જમાનામાં મોબાઈલ અને મોબાઈલ ટાવરના રેડિએશન થી માનવીય શરીર ઉપર તેનો ખૂબ જ અસર થતી હોય છે ગાયના છાણમાં એન્ટિ રેડિયેશન ની પાવર હોય છે જે રેડિશન ને દૂર રાખવા માટે ખુબજ કારગર સાબિત થઈ ચૂક્યું છે. ગાયના છાણને શરીર પર લગાવીનેે ફરી તો ન શકાય એટલા માટે રેડિએશન થી બચવા માટે અમેે આ ખાસ રાખડીઓ તૈયાર કરી છે જેને હાથ પર બાંધીને રેડિએશનથી બચી શકાય છે

આદિવાસી મહિલાઓને રોજગારી

આ રાખડીઓ દક્ષિણ ગુજરાતની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવા આવે છે અને આ રાખડીઓ થકી તેમને સારી એવી આવક પણ મળી રહે છે. આ રાખડી બનાવનાર વિજયભાઈ ની પોતાની ગૌશાળા છે. ગૌશાળામાં તેઓ વિવિધ વસ્તુ ગાયના છાણમાંથી બનાવે છે.દિવાળીમાં ઇકો ફ્રેન્ડલી દિવાઓ અને હોળીમાં છાણ માંથી સ્ટીક બનાવે છે.આ વખતે તેમને છાણ માંથી ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બનાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud