શહેરમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ હાલ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરતા નજરે ચડી રહ્યા છે.
સામાન્ય લોકોને ગાઈડ લાઈનનું પાલન કરવાની સલાહ આપતા નેતાઓ જ નિયમોની ધજીયા ઉડાવી રહ્યા છે.
બીજી તરફ સુરત કામરેજ ના ધારાસભ્ય V.D ઝાલાવાડીયા ના પણ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પેજ પ્રમુખ નું આઇકાર્ડ વિતરણના કાર્યક્રમ ધારાસભ્ય પોતે માક્સ વગર નજરે ચઢ્યા છે
WatchGujarat સુરતમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ હાલ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરતા નજરે ચડી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાની ની આગેવાનમાં બ્રહ્મ સમાજના ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થતો નજરે ચડ્યો છે.
શહેરમાં સતત કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય લોકોને ગાઈડ લાઈનનું પાલન કરવાની સલાહ આપતા નેતાઓ જ નિયમોની ધજીયા ઉડાવી રહ્યા છે. અને આવી જ એક ઘટનાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીની આગેવાનીમાં બ્રહ્મ સમાજના ભોજન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ કાર્યકમ ગત ૧૭ જાન્યુઆરીએ યોગીચોક ખાતે આવેલા સરદાર ફાર્મમાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ સોશ્યિલ ડીસટન્સના ધજાગરા પણ ઉડયા હતા. એટલું જ નહી ખુદ પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીએ પણ માસ્ક પહેર્યું ન હતું. આ વિડીયો વાયરલ થતા તેઓની સામે કેવી કાર્યવાહી થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સામાન્ય નાગરિકોને લગ્ન પ્રસંગમાં જઈને દંડ ફટકારતું તંત્ર અહી કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.
https://twitter.com/WatchGujarat/status/1351803439819358208?s=20
આ ઘટના બાદ નીલેશ કુંભાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા કાર્યક્રમમાં માત્ર 150 વ્યક્તિઓ જ હાજર હતા. પરંતુ ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવે છે. ત્યારે કેમ સવાલો ઉભા થતા નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 1 હજાર માણસો લઈને સભાઓ અને રેલીઓ યોજે છે ત્યારે કેમ સવાલો ઉભા થતા નથી ? ભાજપ કાર્યક્રમ કરે છે તો કોઈ કાર્યવાહી થતી નથી. સામાન્ય નાગરિક અને કોંગ્રેસ કોઈ કાર્યક્રમ યોજે તો તેઓના પેટમાં પાણી રેડાય છે.
બીજી તરફ સુરત કામરેજ ના ધારાસભ્ય V.D ઝાલાવાડીયા ના પણ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પેજ પ્રમુખ બનાવવા માટે V.D ઝાલાવડીયા દ્વારા પોતાના મત વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પ્રમુખો સાથે મીટીંગ લઈ તેમને પેજ પ્રમુખ નું આઇકાર્ડ વિતરણ નું કાર્યક્રમ ધારાસભ્ય તરફથી રાખવામાં આવી રહ્યો છે જેમાં પોતે ધારાસભ્ય માક્સ વગર નજરે પડી રહ્યા છે અને મિટિંગમાં હાજર લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે.
કાયદાઓ જાણે ફક્ત સામાન્ય માણસ માટે જ બનેલા હોય તેવું લાગી રહ્યું છે જેનું પાલન રાજકીય પાર્ટીના કોઈપણ નાના કે મોટા નેતાઓ કરતા નથી.. અને આવી ભૂલ જો કોઈ સામાન્ય નાગરિક કરે તો તંત્ર તરફથી મસમોટો દંડ પણ કરવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર આવા રાજકીય પાર્ટીના નેતાઓ પર ક્યારે કાર્ય કરશે તેની કામગીરી સામે પ્રશ્નો ઉઠવા સ્વભાવિક છે.