• સુરતીઓ ખાવા – પીવાના શોખીન છે તે વાત કોઇથી છુપી નથી
  • ગુજરાતમાં દારુ બંધી છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોટા ભાગના સુરતીઓ દમણ પાર્ટી કરવા માટે જતા હોય છે
  • 2 મિનીટ અને 17 સેકન્ડના વાયરલ થયેલા આ વિડીયો ધુમ મચાવી રહ્યો છે
Gujarat, Surat Female Sings a song gone viral on social media

Watchgujarat. સુરતના શોશ્યલ મીડીયમાં મહિલાઓનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં મહિલાઓ સુરતીલાલા છે બાપા દમણની સાંભળે, પીવાની બાટલી મારી રહી ગઈ છે દમણમાં જેવું ગીત ગાયી રહી છે. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે

પીવાની બાટલી મારી રહી ગઈ છે દમણમાં

સુરતી લાલઓ ખાવા-પીવાના શોખીન છે. કોઈ પણ પરિસ્થતિ કેમ ન હોય સુરતી લાલાઓ હમેશા મોજ કરતા જ જોવા મળે છે. અનેક ભયંકર પરિસ્થતિમાં પણ સુરતીઓ ખાવા પીવા અને મોજ કરવાનું ચુકતા નથી. ખાસ કરીને ગુજરાતમાં દારુ બંધી છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોટા ભાગના સુરતીઓ દમણ પાર્ટી કરવા માટે જતા હોય છે. અને દમણ જઈને મિત્રો, પરિવારજનો સાથે પાર્ટી કરતા હોય છે. ત્યારે સુરતના સોશ્યલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં મહિલાઓ જે ગીત ગાયી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. એક ભજનના લહેકામાં મહિલાઓ “સુરતીલાલા છે બાપા દમણની સાંભળે ,પીવાની બાટલી મારી રહી ગઈ છે દમણમાં ” જેવા શબ્દો વાપરી ગીત ગાયી રહી છે. આ વિડીયો વાયરલ થતા મોજેલા સુરતીઓ આ વિડીયો હોશે હોશે શેર કરી રહ્યા છે.

ચા ઓછી પીવાય છે,બિયર અને વોડકા મારી રહી ગઈ દમણમાં

2 મિનીટ અને 17 સેકન્ડના વાયરલ થયેલા આ વિડીયોમાં આદર્શની ચા ઓછી પીવાય છે, બિયર અને વોડકા મારી રહી ગઈ દમણમાં,  “સુરતીલાલા છે બાપા દમણની સાંભળે ,પીવાની બાટલી મારી રહી ગઈ છે દમણમાં ” જેવા શબ્દો વાપરી ગીત ગાયી રહી છે. મહિલા દ્વારા ગવાયેલા ગીત લોકોમાં બન્યો ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયો હાલમાં ક્યાં વિસ્તારનો છે તે બહાર નથી આવ્યું પરંતુ વિડીયો હાલમાં શોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

સુખી નગરના રહેવાસીઓ થયા દુઃખી : શિવા ગેંગને ખંડણી નહિ આપે તો થાય છે ગુંડાગર્દી, જુઓ VIDEO

Gujarat, Surat Female Sings a song gone viral on social media

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud