• શહેરમાં રોજે એક હજારથી પણ વધારે કોરોના ના કેસો સામે આવી રહ્યા છે.
  • ઓલપાડ, કીમ, કોસંબા, અને સાયણ સહિતના ગામોમાં કોરોનાએ પગપેસારો કર્યો

WatchGujarat. રાજ્યમાં કોરોનાના કારણે સૌથી કપરી પરિસ્થિતિ હોય તો તે સુરત શહેરની છે. શહેરમાં રોજે એક હજારથી પણ વધારે કોરોના ના કેસો સામે આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલો દર્દીઓ માટે હવે બેડ પર ખાલી નથી અને તેવામાં મોતનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે.સુરત ની હાલત આજે એવી છે કે 108 દ્વારા લાવવામાં આવતા તમામ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. તેવામાં સુરત ના આસપાસના ગામડાઓની પરિસ્થિતિ પણ ધીરે-ધીરે બગડવા લાગે છે.

સુરતના ઓલપાડ, કીમ, કોસંબા અને સાયણ સહિતના ગામોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. આ ગામોમાંથી કોરોનાના પહેલા 7 થી 10 કેસો આવતા હતા. તેની સામે હવે રોજે 50 થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ગામોમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે તમામ દર્દીઓને સુરત શહેરની ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી રહ્યા છે.

તેવામાં ઓલપાડ તાલુકામાં આવેલા કીમ, કોસંબા અને સાયણના આસપાસના ગામોમાં સંક્રમણ વધવાના કારણે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવનારા તારીખ 16, 17 અને 18 એપ્રિલ સુધી સ્વચ્છ રીતે લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલપાડના ગામોમાં હોસ્પિટલની પૂરતી સુવિધા ન હોવાના કારણે દર્દીઓને સુરતના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. તેવામાં ત્રણ દિવસના સ્વચ્છ લોકડાઉન ના કારણે કોરોનાના આ સંક્રમણ અને થોડાક અંશે કાબૂમાં લઇ શકાય તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સુરતના માંડવી તાલુકામાં પણ કોરોના નું સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક રીતે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સુરતના મોરા ગામમાં પણ ગ્રામજનો દ્વારા સ્વચ્છ રીતે લોકડાઉન કરી કોરોનાની ચેન તોડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે ઓલપાડમાં સતત વધી રહેલા કેસોને અંકુશમાં લાવવા માટે ત્રણ દિવસનું સ્વૈચ્છિક રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud