• નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં
  • ફાયર વિભાગે 3 થી 4 કલાકની મહેનત બાદ આ રેસ્ક્યુ કરી મજૂરોને બહાર કાઢ્યા હતા.

WatchGujarat શહેરના મોટા વરાછા વિસ્તારમાં નવ નિર્મિત બિલ્ડીંગની દીવાલ ધરાશાહી થતા દોડધામ જોવા મળી હતી. નવ નિર્મિત બિલ્ડીંની દીવાલ ધરાશાયી થતા 6 જેટલા શ્રમિકો નીચે દટાયા હોવાની માહિતી મળી આવી હતી. બનાવની જાણ ફાયરવિભાગને કરતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ અને રેસ્ક્યુંની કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન 4 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

શહેરના મોટા વરાછા સ્થિત સિલ્વર પેરેડાઈઝ નામના નવ નિર્મિત બિલ્ડીંગમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. દરમિયાન માટી ધસી પડતાં 6 જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ કરાતાં ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં સ્થાનિકના લોકો પણ દોડી આવ્યાં હતાં. જેથી ઘટના સ્થળે લોકટોળું એકત્ર થયું હતું. જેના પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યૂની કામગીરી દરમિયાન 4 શ્રમિકોના ઘટના સાથે જ મોત નિપજ્યા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા બે શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ સારવાર અર્થે નજીકની સમીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બેદરકારો સામે કરાશે કડક કાર્યવાહી : મેયર હેમાલી બોઘવાલા

ઘટનાની ગંભીરતા જોઈ મેંયર હેમાલી બોઘવાલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ખુબ જ દુ:ખદ અને આઘાત દાયક છે. ઘટનામાં જે લોકોને ગંભીર ઈજાઓ થઇ છે. તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં જે લોકોની બેદરકારી હશે. તેઓની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે કોઈ પણ આર્થિક સહાય આપવાની થશે તે આપવામાં આવશે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

માટી ઘસી પડવાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે એકાએક માટી ઘસી પડે છે. અને ત્યાં કામ કરતા શ્રમિકો આ માટીમાં દટાઇ જાય છે. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. અને બનાવની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે 3 થી 4 કલાકની મહેનત બાદ આ રેસ્ક્યુ કરી મજૂરોને બહાર કાઢ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud