• સુરતમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી
  • પરિવારને બાળકી નહિ મળતા આખરે તેની શોધખોળ કરવાની સાથે સમગ્ર મામલે પોલીસને જાણ કરાઇ
  • પોલીસે તપાસ કરતા બાળકી નવનિર્મિત બિલ્ડીંગની અગાસી પરથી મળી આવી હતી
Gujarat, Surat incident captured in CCTV
Gujarat, Surat incident captured in CCTV

Watchgujarat. સુરતમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. અડાજણમાં રહેતા શ્રમજીવી પરિવારની સાડા ચાર વર્ષની બાળકીને નજીકમાં રહેતો વોચમેન નવનિર્મિત બિલ્ડીંગની અગાસી પર લઈ જઈને  દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

બાળકી પર દુષ્કર્મ

સુરતમાં એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના અડાજણમાં બિલ્ડીંગમાં વોચમેન તરીકે નોકરી કરતા શિવનારાયણ જયરાજસિંહે નજીકમાં રહેતા અને મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની સાડા ચાર વર્ષની બાળકીને નજીકમાં આવેલી નવનિર્મિત બિલ્ડીંગ પર લઇ ગયો હતો. અને બાળકીને શરીરે ઈજા પહોંચાડી દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી ગુમ થયા બાદ નહિ મળતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલે અડાજણ પોલીસને જાણ કરાતા પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકી ગુમ થઇ હોવાની માહિતી મળતા પોલીસે આ બનાવને ગંભીરતાથી લીધો હતો. પોલીસે નજીકમાં આવેલી તમામ બિલ્ડીંગ અને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં એક વોચમેનનો ડ્રેસ પહેરેલો ઇસમ બાળકીને લઇ જતો હોય તેવું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા બાળકી નવનિર્મિત બિલ્ડીંગની અગાસી પરથી મળી આવી હતી. પોલીસે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

પોલીસે તપાસ શરુ કરી

બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન હોવાની આશંકા પોલીસને છે. જેને પગલે પોલીસે બાળકીને મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને આરોપીના ફૂટેજ મળ્યા છે. આ સમગ્ર બનાવ સંદર્ભે અડાજણ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ શરુ કરી છે. આ ઉપરાંત આરોપીને પોલીસે પકડી પાડ્યો હોવાની માહિતી પણ મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud