સુરતમાં પતિને પત્ની દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો
લિંબાયત વિસ્તારમાં રહેતા દંપત્તિના એક બીજા સાથે બીજા લગ્ન થયા હતા
લગ્નના થોડાક સમય બાદ પત્ની દ્વારા અનેક પ્રકારે શારીરીક અને માનસીક ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવી
WatchGujarat. અત્યારસુધી મહિલાઓ પર ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ તમે જોયા અને સાંભળ્યા હશે. દહેજ બાબતે, સંતાન બાબતે કે અન્ય કોઈપણ કારણોસર મહિલાઓ પર અત્યાચાર ગુજારવાના કિસ્સા તો ઘણા સામાન્ય છે. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો આવ્યો છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે આ પત્ની છે કે જલ્લાદ ?
https://youtu.be/r_rKfvVTxI4
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા મુસ્લિમ દંપતિના એક બીજા સાથે બીજા લગ્ન હતા. પતિ જાવેદ શેખ શરીરથી 40 ટકા દિવ્યાંગ છે. જો કે, લગ્નના થોડા સમય બધું બરાબર ચાલ્યું પરંતુ બાદમાં પતિ પત્ની વચ્ચે ખટરાગ શરૂ થયો. જાવેદ શેખને પહેલી પત્નીથી 12 વર્ષનો પુત્ર છે જે માનસિક રીતે અસ્વસ્થ છે. જ્યારે આ બીજી પત્ની થકી 1 વર્ષ પહેલાં જ તેઓને પુત્રી પ્રાપ્તિ થઇ હતી.
જો કે, સમયજતા દંપત્તિ વચ્ચે ઝઘડો વધવા લાગ્યા. સામાન્ય રીતે આવા કિસ્સામાં પતિ દ્વારા પત્નીને માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય એવું આપણે જોયું છે. પણ આ કિસ્સામાં પત્ની દ્વારા પતિને માર મારવામાં આવતો હતો. જેનો જીવતો પુરાવો સામે આવ્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, પતિ ઘરની બહાર ન નીકળે તે માટે પત્ની ઘરના દરવાજા પાસે જ બેસી રહેતી હતી. અને પુત્રીની હાજરીમાં પતિને ક્યારેક ઝાડુથી તો ક્યારેક છુટ્ટા હાથથી માર મારતી હતી. પતિ દિવ્યાંગ હોવાથી તે પ્રતિકાર પણ કરી શકતો ન હતો. પત્ની મારતી વખતે તેના પિતાને પણ ફોન કરીને આખી હકીકત સંભળાવતી હતી.
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ ત્રાસ સહન કર્યા પછી આખરે પતિ જાવેદે કોર્ટ અને પોલીસના દ્વાર ખખડાવ્યા છે. જાવેદે અરજીમાં આજીજી કરી છે કે તેમને આ પત્નીના અત્યાચારથી બચાવવામાં આવે.