મહામારી કાળમાં જીવન જરૂરીયાતની અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે
સુરતના પુણામાં મહિલાઓએ ચુલા પર દુધ વગરની ચા બનાવી મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો
સરકાર દ્વારા જીવન જરૂરિયાત વસ્તુમાં ભાવ વધારો થતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે
WatchGujarat. સુરતના પુણા ખાતે આવેલા ભૈયા નગરમાં મહિલાઓએ મોંઘવારીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. દૂધ, ગેસ સીલીન્ડર, તેલના ભાવમાં વધારો થતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોડ પર ગેસ સીલીન્ડર સાથે બેસી તેમજ રોડ પર જ દૂધ વગરની કાળી ચા બનાવી વિરોધ દર્શાવ્યો હતો.
https://youtu.be/YLeTJwjbB7o
એક તરફ કોરોનાની મહામારીને લઈને લોકોની હાલત કફોડી બની છે. લોકો આર્થિક રીતે પણ પડી ભાગ્યા છે તેવા સમયે લોકોને રાહત આપવાને બદલે મોંઘવારી આસમાને પહોચી છે. એક તરફ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, રાંધણ ગેસ, દૂધ, ખાદ્ય તેલ, શાકભાજી સહિતના ભાવમાં વધારો થતા લોકોની હાલત કફોડી બની છે. બીજી તરફ વધતી જતી મોંઘવારીને લઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે ત્યારે સુરતના પુણાગામ ખાતે આવેલા ભૈયા નગરમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રોડ પર ગેસ સીલીન્ડર સાથે બેસી તેમજ રોડ પર જ ચૂલો સળગાવી દૂધ વગરની કાળી ચા બનાવી વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે મોંઘવારી ખુબ જ વધી છે. જે ગેસનો બાટલો ચારસો પાંચસો રૂપિયે મળતો હતો તે હવે 800 થી 900 રૂપિયા મળે છે. આ ઉપરાંત તેલ, દૂધમાં ભાવ વધારો થયો છે તો માણસને જીવવું કેમ.
કોંગ્રેસના નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે દૂધ, રાંધણગેસ સહિતના ભાવો વધારો થતા આ વિસ્તારની બહેનો રોષે ભરાઈ છે. આ ઉપરાંત દુધમાં પણ ભાવ વધારો થયો છે જેને લઈને મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે. સરકાર દ્વારા જીવન જરૂરિયાત વસ્તુમાં ભાવ વધારો થતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.