• 1915માં આપણી માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે
  • આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે, જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે
  • તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે

WatchGujarat. અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપીમાતાનો જન્મદિવસ છે. સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિતે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોચ્યા હતા અને માતાજીને ચુંદણી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. અને ભક્તોએ કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના કરી હતી.

તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે. જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે.

તાપી માતાનું ઉદગમસ્થાન

તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે. પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા, આમ ગંગા નદી કરતા પણ તાપી નદી કરતા જૂની છે અને એટલે જ તેને આદી ગંગા પણ કહેવાય છે.

ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે

ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે. 1915માં આપણી માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે. 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર માનવામાં આવે છે.

તાપી કિનારે 100 વર્ષ જુનું મંદિર

ચોકબજાર તાપી કિનારે 100 વર્ષ જુનું મંદિર તાપી માતાનું મંદિર આવેલું છે. મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાની મહામારીને લઈને અન્નકૂટ ધરાવ્યું નથી પરંતુ ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અહી ભક્તોએ માતાજીને કોરોનાની મહામારી દુર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આવતા વર્ષે કોરોનાની મહામારી દુર થાય તો ભવ્ય રીતે તાપી મૈયાનો જન્મદિવસ ઉજવીશું.

ભગવાનની આંખોમાંથી આંસુ વહેતા થયા અને તાપીનો જન્મ થયો

તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ પછી સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ વહેતાં થયાં, જે તાપીમૈયા સ્વરૂપે વહેતાં થયાં હતાં. પુણ્યસલિલા તાપીના તટે પુરાણકાળથી સ્થિત સુરતની ‘સૂરત’ અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે, સુરતની જાહોજલાલી તાપીમૈયાને કારણે હોવાનું કહી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud