• 4 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
  • જો કોઇ જાહેરમાં ઉજવણી કરતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

WatchGujarat. આ વખતે થર્ટી ફસ્ટની ઉજવણી ફિક્કી રહેશે. કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. અને 4 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમજ લોકોને ઘરે જ રહીને ઉજવણી કરવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. આ ઉપરાંત જાહેરમાં ઉજવણી કરતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું

સુરતમાં દર વર્ષે વર્ષના છેલ્લા દિવસ એટલે કે થર્ટી ફસ્ટની ભવ્ય ઉજવણી થતી હોય છે. સુરતમાં ડુમસ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. તેમજ ડુમસ અને સુરતના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં અને હોટલોમાં ભવ્ય પાર્ટીઓ થતી હોય છે. પરંતુ આ વર્ષે આવું કાંઇક જ થઇ શકશે નહિ. કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ લોકોને ઘરે જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.

સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સખ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. તેમજ ડ્રોન કેમરાથી પણ નજર રાખવામાં આવશે. સુરતના બીચો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ જાહેરમાં ઉજવણી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં ૯ વાગ્યે કર્ફ્યું લાગી જાય છે. ત્યારે તેનું કડક અમલ કરાવામાં આવશે. પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. અને જાહેરમાં ઉજવણી થશે તો કડક કાર્યવાહી કરાશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud