• મુળ જામનગરના વતની અને હાલમાં વડોદરા રહેતા 90 વષના જગીબેનના ઘરના 11 સભ્યો કોરોના સંકમ્રીત થતા
  • કોવિડ કેરમાં દાદીમાંની તબીબો, સ્ટાફે ખુબ સેવા ચાકરી કરી અને ઘર જેવુ વાતાવરણ પુરુ પાડ્યુ
  • ડિસ્ચાર્જ સમયે દાદીમાં એ કહ્યું કે, મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે

WatchGujarat. સુરતના સીંગણપોર ખાતે આવેલા કોવીડ કેર સેન્ટરમાં એક 90 વર્ષીય દાદીને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ અહીની સેવા ચાકરીથી દાદી એટલા ખુશ થયા હતા કે ડીસ્ચાર્જના સમયે તેઓએ ઘરે જવાની જ ના પાડી દીધી હતી અને ત્યાં જ રહેવાની જીદ પકડી લીધી હતી. જેથી કોવીડ કેર સેન્ટરમાં તબીબો અને દાદીના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા

મુળ જામનગરના વતની અને હાલમાં વડોદરા રહેતા 90 વર્ષ ના જગીબેનના ધરના 11 સભ્યો કોરોના સંકમ્રીત થતા માજી ને સુરત ખાતે પાલનપુર જકાતનાકા પર રહેતી તેની દિકરીના ધરે તેડી લાવી હતી. પણ તેમની દિકરીના ધરના સભ્યો પણ કોરોના સક્રમીત થતા આજ થી 5 દિવસ પહેલા સીંગણપોર ખાતે આવેલા કોવીડ કેર સેન્ટરમાં તેઓને લાવવામાં આવ્યા હતા.

અહીં આવેલા દાદીની અહીના તબીબો, સ્ટાફે ખુબ સેવા ચાકરી કરી હતી અને ધર જેવુ વાતાવરણ પુરુ પાડ્યુ કે માજી સંપુર્ણ સ્વસ્થ થઇ ગયા હતા. લગભગ એક સપ્તાહ બાદ ડોક્ટરની સુચનાથી દાદીને ડીસ્ચાર્જ કરવાનો સમય આવ્યો હતો. ત્યારે દાદીએ કહ્યું હતું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, જે મને ગમે છે. હું અહી જ રહેવાની છું જેવી જીદ પકડી હતી. દાદીના આ શબ્દોથી ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

બે કલાક બાદ દાદીને સમજાવીને ઘરે મોકલ્યા

દાદી સ્વસ્થ થતા તેઓના પૌત્ર જિતેન્દ્રભાઈને તેડવા માટે બોલાવ્યા હતા અને દાદીએ ઘર ન જવાની જીદ પકડી હતી. દાદીના આ શબ્દોથી અહી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ આખરે રીપોર્ટ કરાવવાનો છે કહી દાદીને ઘરે મોકલવામાં આવ્યા હતા.

દાદી ભલભલાને પાણી પીવડાવી દે તેવા છે

તેઓના પૌત્રએ કહ્યું કે દાદી ભલે 94 વર્ષના છે, પણ ભલભલાને પાણી પીવડાવી દે તેવા છે. રોજ સવારે વહેલું ઊઠવાનું, બેસીને જે કસરત થાય એ કરવાની, સાદો ખોરાક જ લેવાનો, શુદ્ધ ઓક્સિજનવાળા માહોલમાં જ રહેવાનું અને ફ્રી થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાઠ વાંચવાના, મનથી મજબૂત અને સૂઝબૂઝ સાથે જીવન જીવનારી દાદીએ કોરોનાને માત આપી. એ પણ તેમની હિંમત અને સેવાકીય વ્યક્તિઓની મહેનતના અમે આભારી છીએ, એમ વધુમાં પૌત્રએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud