• ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સુરત નગર પાલિકામાં જીતથી એન્ટ્રી
  • કોંગ્રેસના સતત નબળા રાજકીય પ્રદર્શન વચ્ચે આમ આદમી પાર્ટી મજબુત બની
  • અન્ય શહેરોમાં પણ આમ આદમી પાર્ટી ખાતુ ખોલે તેવી શક્યતા

WatchGujarat. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી  માં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની આખી પેનલની જીત થઈ છે. પ્રજા વચ્ચે સુવિધાઓનું ગેરંટી કાર્ડ લઇને પ્રચારાર્થે ગયેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સુરત ખાતેથી ખાતું ખોલાવી દીધું છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ પ્રારંભિક વલણ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 4ની આમ આદમી પાર્ટીની પેનલની જીત થઈ છે.

સુરતના વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની જે પેનલ વિજેતા થઈ છે તેમાં વિજેતા ઉમેદવાર તરીકે પાયલબેન સાકરીયા, શોભનાબેન કેવડીયા, જીતુ કાછડીયા અને વિપુલ મોવાડિયાનો સમાવેશ થાય છે.

‘ભ્રષ્ટાચાર કા એક હી કાલ કેજરીવાલ કેજરીવાલ’ના નારા મતગણતરી કેન્દ્ર બહાર લાગ્યા

ભાજપની પેનલની જીત બાદ આપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. જેમાં ‘ભ્રષ્ટાચાર કા એક હી કાલ કેજરીવાલ કેજરીવાલ’ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પ્રથમ વખત જ ગુજરાતમાં ચૂંટણીમાં ઉતરી છે અને સુરત ખાતેથી જીતનું ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીની પેનલની જીત બાદ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud