રાત્રી કર્ફ્યુ સમયે ગુમ થયેલી બાળકીના માતા - પિતાએ પોલીસને જાણ કરી
બનાવની ગંભીરતાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાયું
પોલીસ દ્વારા નાના બાળકો અને ત્યાં રહેતા લોકોની તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોગ સ્કોવોર્ડની મદદ લઈને તપાસ કરવામાં આવી
WatchGujarat. સુરતના પર્વત પાટિયા પાસેથી એક શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકીનું અપરહણ થયું હતું. એક ઇસમ બાળકીને લઇ જતા સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો. પોલીસે બાળકીને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. જો કે, આખરે બાળકી દિલ્હીગેટ પાસેથી એક ઈસમને હેમખેમ મળી આવી હતી. જેથી પોલીસે બાળકીને સહી સલામત લઇ પરિવારને સોપી હતી.
https://youtu.be/5nCI2WmA1Gg
સુરતના પર્વત પાટિયા આઈમાતા રોડ પર એક શ્રમજીવી પરિવાર રહે છે. રાત્રીના સમયે તેઓની બાળકી ગુમ થઇ ગયી હતી. જેથી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મળતા પુણા પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં એક ઇસમ બાળકીને ખભે ઉપાડી લઇ જતા નજરે ચડ્યો હતો. બનાવની ગંભીરતા જોઈ સુરત ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો આ તપાસમાં જોડાયો હતો. પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી. તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં યુવકની ઓળખ અને બાળકી અંગે પૂછપરછ શરુ કરી હતી એટલું જ નહી ડોગ સ્કોવોર્ડની મદદ પણ લેવામાં આવી હતી.
રાજ્યમાં કોરોના કાબુમાં લેવા માટે કોરોના કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેને લઇને રાત્રે જો કોઇ વ્યક્તિ વગર કામે બહાર નિકળે તો તેણે દંડ ભરપાઇ કરવો પડે છે. અને જો આરટીઓનો મેમો મળે તો વાહન પણ જપ્ત થઇ જાય છે. પરંતુ આવા સમયે ગુનેનારો કેવી રીતે ચોરી, અપહરણ જેવી ઘટનાને અંજામ આપે તે સમજની બહાર છે. પોલીસ દ્વારા કોરોના કર્ફ્યુની અમલવારીમાં સઘન બંદોબસ્ત મુકવામાં નથી આવતો તેવું ઉજાગર કરતું આ ઉદાહરણ છે.
બાળકી હેમખેમ મળી આવી
દરમ્યાન બાળકીને અપહરણકાર દિલ્હીગેટ વિસ્તારમાં મુકીને ફરાર થઇ ગયો હતો. બાળકી એક વ્યક્તિને હેમખેમ મળી આવતા તેણે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં પહોચી બાળકીને વરાછા પોલીસ મથક લઇ આવવામાં આવી હતી. જ્યાં બાળકીને સહી સલામત પરિવારને સોપવામાં આવી છે. બાળકી હેમખેમ મળી આવતા બાળકીના પરિવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો હતો. જો કે આ મામલે પોલીસે હજુ પણ આરોપીને પકડવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
12 કલાક બાદ બાળકી મળી આવી
શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકી ગુમ થઈ હોવાથી પરિવારજનોએ પુણા પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પુણા પોલીસે ચાર ટીમ અને ડીસીબી પોલીસની બે ટીમ બાળકીની શોધમાં લાગી હતી. પોલીસ દ્વારા નાના બાળકો અને ત્યાં રહેતા લોકોની તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોગ સ્કોવોર્ડની મદદ લઈને તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન અપહરણકાર બાળકીને દિલ્હીગેટ વિસ્તારમાં મુકીને ફરાર થઇ ગયો હતો. અને બાળકી એક યુવાને મળી આવી હતી. બાળકીની તપાસમાં જોડાયેલી પોલીસને 12 કલાક બાદ હેમખેમ મળી આવતા રાહતનો દમ લીધો હતો.

">