• ભાજપને જીતાવડાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટા છે – અસદુદ્દીન ઓવૈસી
  • AIMIM અને BTP એ રાજ્યમાં પ્રથમ વખત ગઠબંધન કરીને સાથે ચૂંટણી લાડવા જઈ રહી છે
  • ઓવૈસીના આગમનને પગલે મોટી સંખ્યામાં સમર્થકો સુરત એરપોર્ટ બહાર આવી પહોંચ્યા

WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય માહોલ બરાબર ગરમાયો છે. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન કરીને ખેંચ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઓવૈસીએ સુરત એરપોર્ટ પર કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યાં છીએ. અમારું ગઠબંધન થયું હોવાથી હવે અમે અહિં પણ અમારૂં અસ્તિત્વ ઉભું કરીશું.

ભરૂચ જતા અગાઉ ઓવૈસીએ કહ્યું કે, ભાજપને જીતાવડાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટા છે. અમારી ગેરહાજરીમાં પણ ત્રણ દાયકાથી અહિં ભાજપ જીતે છે. બધા જ મને ચાહે છે. ગુજરાતના લોકો પણ અમને પ્રેમ આપશે અને અમે જીતીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, AIMIM અને BTP એ રાજ્યમાં પ્રથમ વખત ગઠબંધન કરીને સાથે ચૂંટણી લાડવા જઈ રહી છે. રવિવારે ઓવૈસી રાજ્યમાં એન્ટ્રી બાદ પ્રથમ જાહેરસભાને સંબોધશે. ત્યાર બાદ અમદાવાદ રવાના થશે. ઓવૈસીના આવતીકાલની જાહેરસભા પર સૌની મીટ છે. ઓવૈસીના આગમનને પગલે મોટી સંખ્યામાં સમર્થકો સુરત એરપોર્ટ બહાર આવી પહોંચ્યા હતા. અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud