• સુરત કલેક્ટર કચેરી ખાતે એમ્બ્યુલન્સ દિવાલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો
  • એક્ટીવા ચાલકને બચાવવા જતા અકસ્માત થયાની ચર્ચા 
  • સમગ્ર ઘટનામાં ઘાયલ લોકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

WatchGujarat. સુરતના અઠવાગેટ સ્થિત કલેકટર કચેરી પાસે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો હતો. જેમાં રોડ પર ત્રણ વ્યક્તિઓ અને એમ્બ્યુલન્સ ચાલકને ઈજાઓ પહોચી હતી. અકસ્માતના પગલે ત્યાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

સુરતના કલેકટર કચેરી બહાર ટ્રીસ્ટાર હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં એમ્બ્યુલન્સનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

એક એક એકટીવા ચાલકને બચાવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અકસ્માતના પગલે અહી લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હતાં. જો કે પાર્લે પોઈન્ટ તરફથી એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી દીવાલ પણ તૂટી પડી હતી.

દીવાલ તૂટી પડતા બે લોકો ઈજાગ્રસ્ત

ક્લેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા શોભાબેને જણાવ્યું હતું કે, હું આજે ગેટ પર ડ્યુટી બજાવતી એ દરમિયાન એમ્બ્યુલન્સ ધડાકાભેર આવીને અથડાઈ હતી.  બે લોકોને અડફેટે લઈને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક ભેગા થયેલા લોકોએ બચાવ કાર્ય કર્યું હતું. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. જો કે, એમ્બ્યુલન્સ અને દિવાલને પણ નૂકસાન થયું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud